ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુરના વસઈ ગામે નવીન બસ સ્ટેશન માટે નયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું - ખાતમુહૂર્ત

મહેસાણા જિલ્લાના વસઇ ગામે રૂપિયા 94.71 લાખના ખર્ચે નિર્માણ પામનારા બસ મથકનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાં અને શહેરોમાં પરિવહનની સેવા આજે લોકોની સુખાકારીનો પર્યાય બની છે.

ખાતમુહૂર્ત
ખાતમુહૂર્ત

By

Published : Jan 1, 2021, 10:44 PM IST

  • વસઇ ગામે રૂપિયા 94.71 લાખના ખર્ચે બસ મથક બનશે
  • વિજાપુરના વસઈ ગામે નવીન બસ સ્ટેશનનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ખાત મુહૂર્ત કરાયું
  • સુવિધાથી સજ્જ બસ સ્ટેશન બનશે

મહેસાણા : જિલ્લાના વસઇ ગામે રૂપિયા 94.71 લાખના ખર્ચે નિર્માણ પામનારા બસ મથકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાં અને શહેરોમાં પરિવહનની સેવા આજે લોકોની સુખાકારીનો પર્યાય બની છે. રાજ્ય સરકારે ભૂતકાળમાં એસ.ટીની કથળી ગયેલી સેવાઓને સુધારી છે. પરિવહન સેવા સાથે દિવ્યાંગ, કેન્સર પીડિત સહિત વિદ્યાર્થીઓને વિનામૂલ્ય તેમજ રાહતદરે સુવિધા પૂરી પાડવામાં આવે છે.

વસઇ ગામે રૂપિયા 94.71 લાખના ખર્ચે બસ મથક બનશે

સરકારે 1000 બસોની ખરીદીનો નિર્ણય કર્યો છે : નીતિન પટેલ

રાજ્ય સરકારે નવીન 1000 બસોની ખરીદીનો નિર્ણય કર્યો છે. જે આગામી સમયમાં લોકોની સુખાકારીનો ભાગ બની શકે છે. નાયબ મુખ્યપ્રધાને વસઇ ગામે રૂપિયા 94.71 લાખના ખર્ચે નિર્માણ થનારા એસ.ટી મથકનું ખાતમુહૂર્ત કર્યું હતું. આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશન થવાની આગામી સમયમાં પ્રવાસીની સુવિધામાં વધારો થશે. 34,400 ચોરસમીટર જમીન વિસ્તારમાં 285.51 ચોરસ મીટરનું બાંધકામ થશે. આ સાથે પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલરૂમ, સ્ટોલ કમ શોપ, ડ્રાઇવર-કંડકટર રેસ્ટ રૂમ, દિવ્યાંગ માટે રેમ્પની સુવિધાનો સમાવેશ થશે. વસઇ એસ.ટી મથક ખાતે દૈનિક 175 પેસેન્જર સહિત 60 આવન-જાવન એસ.ટ્રીપ રહે છે

વિજાપુરના વસઈ ગામે નવીન બસ સ્ટેશનનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ખાત મુહૂર્ત કરાયું

ABOUT THE AUTHOR

...view details