મહેસાણા : મહેસાણા સિવિલમાં અજાણ્યા આધેડ પુરૂષ મોહનલાલ ઉંમર આશરે 42 વર્ષનું સારવાર દરમિયાન મોત થયું છે. જેઓ 12 સપ્ટેમ્બર 2020 થી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જેમાં 15 સપ્ટેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. આ મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ મૃતદેહના કોઇ વાલી વારસા મળી આવેલો નથી.
મહેસાણા સિવિલમાં સારવાર લઈ રહેલા અજાણ્યા પુરૂષનું મોત, પોલીસે વાલી વરસો શોધવા કવાયત હાથ ધરી - Mehsana Civil news
મહેસાણા સિવિલમાં અજાણ્યા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાં મહેસાણા પોલીસે અજાણ્યા વ્યક્તિની વધુ ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
મહેસાણા સિવિલમાં સારવાર લઈ રહેલ અજાણ્યા પુરૂષનું મોત, પોલીસે વાલી વરસો શોધવા કવાયત હાથ ધરી
આ અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાતળા બાંધાનો, સાધારણ શ્યામ વર્ણનો જેના વાલી વારસા મળી આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે, નંદાસણ પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એન.પ્રસાદ નંદાસણ પોલીસ સ્ટેશન 02764-273261 નો સંપર્ક કરવા મેસેજ ફરતા કરાયા છે. તો પોલીસ પોતે પણ આ અજાણ્યા વ્યક્તિની વધુ ઓળખ માટે તપાસ હાથ ધરી છે.