- મોબાઈલ ચાર્જમાં ભરાવીને વાત કરતા મોબાઈલ ફાટતા કિશોરીનું મોત
- બહુચરાજીના છેટાસણા ગામમાં કિશોરીએ જીવ ગુમાવ્યો
- ધડાકો સાંભળી ભેગા થયેલા ગામલોકોમાં ગભરાટ ફેલાયો
મહેસાણા :બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે એક કિશોરી મોબાઈલ ચાર્જર ભરાવીને ચાલુ ચાર્જિંગમાં વાત કરતી હતી. તે સમયે મોબાઇલ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.
મોબાઈલ ફાટતા કિશોરીનું મોત ગંભીર ઇજાના કારણે શ્રદ્ધાનું અવસાન થયું
મોબાઈલ બ્લાસ્ટમાં ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં ભરેલો સૂકો ઘાસચારો સળગી ઉઠતા લોકોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી. આ ઘટનાની જાણ થતા ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાયું હતું. જોકે, અકસ્માતે ઘટના બની હોવાથી પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. મોબાઈલ ચાર્જર ભરાવી ચાલુ ચાર્જિંગમાં વાત કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન સામે આવ્યો છે.
મોબાઈલ ફાટતા કિશોરીનું મોત