ગુજરાત

gujarat

ETV Bharat / state

બહુચરાજી રૂપેણ નદી ઉપર બે વર્ષ પહેલા 7 કરોડના ખર્ચે બનેલા પુલને નુકસાન - બહુચરાજી

બહુચરાજી-હારિજ હાઇવે પર સાપાવાડા ગામ પાસે રૂપેણ નદી ઉપર બે વર્ષ અગાઉ રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવેલા પુલનો એક છેડો 3 ઇંચ જેટલો બેસી ગયો હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનો પટકાય છે.

mehsana
mehsana

By

Published : Dec 29, 2020, 9:44 AM IST

  • બહુચરાજી રૂપેણ નદી ઉપર બે વર્ષ પહેલા બનાવેલો પુલ બેસી ગયો
  • 7 કરોડના ખર્ચે બનાવેલ પુલનો છેડો 3 ઇંચ તૂટ્યો

    મહેસાણાઃ બહુચરાજી-હારિજ હાઇવે પર સાપાવાડા ગામ પાસે રૂપેણ નદી ઉપર બે વર્ષ અગાઉ રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવેલા પુલનો એક છેડો 3 ઇંચ જેટલો બેસી ગયો હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનો પટકાય છે. આ પુલનું સત્તાવાર રીતે હજુ ઉદ્ઘાટન કરાયું નથી. આ પુલના નિર્માણ સમયે માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરના મેળા પીપણાના કારણે બે જ વર્ષમાં પુલનો એક છેડો બેસી ગયો છે. તો પુલની બંને દીવાલોમાં પણ તિરાડો દેખાવા લાગી છે.

    ઉલ્લેખનીય છે કે, બહુચરાજીથી સાપાવાડા, સુરપુરા, પોયડા સુધીમાં નાની-મોટી 10 જેટલી કંપનીઓ અને વેરહાઉસો આવેલા છે અને તેમના ભારે વાહનોની સતત અવર જવરના કારણે પુલને વધુ નુકસાન થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details