ગુજરાત

gujarat

ETV Bharat / state

કડી શહેરમાં ભાજપના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા - Kadi

કડી ખાતે આવેલા વડવાળા હનુમાનજીના મંદિરની પાસે સોમેશ્વર પીસ પાર્ટી પ્લોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કે.સી.પટેલ ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક પૂર્ણ થયા બાદ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે અહીં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કાર્યકર્તાઓએ માસ્ક પહેરવાની પણ તકેદારી રાખી ન હતી.

Kadi
Kadi

By

Published : Jan 14, 2021, 7:12 PM IST

  • કડીમાં શહેર ભાજપના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા
  • ભાજપ પ્રદેશના નેતાઓની હાજરીમાં સામાજિક અંતર અને માસ્કનો અભાવ જોવા મળ્યો
  • કોરોના ગાઈડલાઈન મામલે સામન્ય જનતા પરેશાન તો ભાજપના કર્યક્રમો કેમ બિન્દાસ્ત
  • કડી ખાતે યોજાયેલ ભાજપ શહેરની બેઠકમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

મહેસાણા: જિલ્લાના કડી ખાતે આવેલ વડવાળા હનુમાનજીના મંદિરની પાસે સોમેશ્વર પીસ પાર્ટી પ્લોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કે.સી.પટેલ ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક પૂર્ણ થયા બાદ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જમવામાં ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી અને સામજિક અંતર પણ જાળવવામાં નહોતું આવ્યું. ત્યારે અહીં કોરોના ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યાનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કાર્યકર્તાઓએ માસ્ક પહેરવાની પણ તકેદારી રાખી ન હતી.

કડી

શું ભાજપના આ કાર્યક્રમમાં નિયમોના ભંગ મામલે પગલાં લેવાશે?

સરકાર દ્વારા કોરોના મહમારીના નામે ગાઈડ લાઇન જાહેર કરી જાહેર જનતા માટે સામાજિક પ્રસંગો કે તહેવારની ઉજવણી ફિક્કી પાડી દેવામાં આવી છે. ત્યારે ખરેખર સવાલ એ છે કે, જો કોરોના મામલે સરકાર આટલી બધી તકેદારી રાખી રહી છે. તો ભાજપના કાર્યક્રમો શા માટે બિન્દાસ્ત નીતિનિયમોને નેવે મૂકી દે છે. શું અહીં આ કોરોના ગાઈડ લાઇનનું મહત્વ રહેતું નથી કે તેમના માટે નિયમો લાગુ નથી પડતા? આ પ્રકારના સવાલ સાથે કડી ખાતે યોજાયેલ શહેરના કાર્યક્રમમાં તંત્ર કે સરકાર શું પગલાં ભરે છે.

ABOUT THE AUTHOR

...view details