લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના મુખ્ય બે પ્રતિસ્પર્ધી રાજકિય પક્ષ દ્વારા પુરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પંચમહાલ લોકસભા બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપા પાસે છે, ત્યારે આ વખતે આ બેઠક જીતવા માટે કૉંગ્રેસ પાર્ટી કોઈ કસર છોડવા માંગતી નથી. જેને લઇ રવિવારેપંચમહાલ લોકસભા બેઠકમાંસમાવિષ્ટ મહીસાગર જિલ્લાની બે વિધાનસભા ક્ષેત્ર માટે લુણાવાડામાંકૉંગ્રેસ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ પૂજા અર્ચના અને રિબીન કાપી કરાયો હતો.
કોંગ્રેસ પાર્ટી દ્વારા લુણાવાડામાં પૂજા વિધિથી ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ - Puja
મહેસાણાઃ આગામી 23 એપ્રિલના દિવસે સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કામાં છવ્વીસ બેઠકો પર લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મોટા ભાગની બેઠક પર કોંગ્રેસ અને ભાજપે દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને બન્ને પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે કમર કસી લીધી છે. ચૂંટણી જીતવા માટેની રણનીતિ તૈયાર કરી શકાય તેથી કાર્યકરો માટે કાર્યાલયનો પ્રારંભ કરવામા આવી રહ્યો છે. જેના ભાગરુપે આજે કૉંગ્રેસ પાર્ટી દ્વારા લુણાવાડામાં ચૂંટણી કાર્યાલયનો શુભારંભ પૂજા વિધિથી કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો શુભારંભ બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ અને લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ લોકસભાની બેઠકના ઉમેદવાર વી. કે. ખાટ, મહિસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, લુણાવાડા અને સંતરામપુરના પૂર્વ ધારાસભ્યો, ગુજરાતકોંગ્રેસના પ્રદેશમંત્રી, પ્રદેશ મહિલા અનેકોંગ્રેસના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉમેદવાર વી.કે. ખાટનું ફુલહાર પહેરાવી આગેવાન કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત કાર્યકરોએ બહુમતીથી વિજય બનાવવા ખાત્રી આપી હતી.