મહત્વનું છે મહેસાણા તાલુકા પંચાયતના કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કર્યો હતો તેને જોતા ઊંઝા તાલુકા પંચાયતની જેમ મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા ગુમાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા. જ્યાં સંજોગો અનુસાર સજાગ બનેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રદેશ કોંગ્રેસનું માર્ગદર્શન મેળવી આજે તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મામલે મળેલી બેઠકમાં વ્હિપ રજૂ કરતા કોંગ્રેસના સભ્યોનો મત અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં ન પડતા મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
વધુ એક તાલુકા પંચાયત કોંગ્રસના હાથમાંથી જતા સહેજ માટે રહી ગઇ - power
મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજમાં સ્થપાયેલી કોંગ્રેસની સત્તા ડગલેને પગલે વિવાદમાં સપડાતી રહે છે ત્યારે કોંગ્રેસ શાસિત ઊંઝા તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતા કોંગ્રેસે સત્તા ગુમાવ્યાને ગણતરીના દિવસો થયા છે ત્યારે આજે વધુ એક મહેસાણા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી જતા બચી ગઈ છે.
સ્પોટ ફોટો
અવિશ્વાસની દરખાસ્ત મામલે થયેલા મતદાન પર નજર કરીએ તો ભાજપના 8 સભ્યોએ દરખાસ્ત મંજૂર કરવા મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના 18 સભ્યોએ વ્હિપનું અનુકરણ કરતા વિશ્વાસના મત તરફે મતદાન કરી તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ નામંજૂર કરાવ્યો છે. જોકે તાલુકા પંચાયતના 32 પૈકી 26 સભ્યોએ આ બેઠકમાં હાજરી આપી હતી જ્યારે 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા.