મહેસાણા:મહેસાણાજિલ્લાની દૂધસાગર ડેરીની મંગળવારે 52મી વાર્ષિક સાધારણ સભા(Annual General Meeting of Mehsana) યોજાઈ હતી. જોકે બેઠક પહેલા ડેરીના ગેટ પર સિક્યુરિટી ટીમ અને પૂર્વ વાઇસ ચેરમેન વચ્ચે માથાકૂટ થઈ હતી. જોકે, સિક્યુરિટી ગાર્ડ અને ચેરમેન જુથના લોકોને અંદર પ્રવેશતા અટકાવવા મામલે મામલો બિચક્યો હતો. જેમાં અમુખ શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી દેસાઈના દીકરાએ રીવોલ્વર કાઢતા દહેશત ભર્યો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:Mehsana Dudhsagar Dairy Scandal: દૂધ સાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સામે CID ક્રાઇમે બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી
ગેઈટ પર મારામારી: પૂર્વ ચેરમેન જૂથ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી, ગાડીમાં તોડફોડ અને બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઘર્ષણમાં પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈના પુત્રએ પોતાની રિવોલ્વર કાઢી ફાયરિંગ કરતાં તંગદિલી ભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા. આમ સમગ્ર ઘર્ષણ દરમિયાન ઘટનામાં ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ(Dudhsagar Dairy Security Incharge) જ્યંતી ચૌધરી અને વાઇસ ચેરમેન(Former Vice Chairman) અને તેમના પુત્ર સહિતના બન્ને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
કોને ગોળી વાગી:દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બોર્ડની મિટિંગમાં કેટલાક વ્યક્તિઓને પ્રવેશ ન દેવામાં આવતાં આ ઘટના બની હતી. સાધારણ સભામાં જે વ્યક્તિનો મંડળીએ ઠરાવ કરેલો હોય એને જ અંદર પ્રવેશ માટેની પરવાનગી મળે છે. અમારા ગાર્ડ જયંતી ચૌધરીને ગોળી વાગી છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે. સાથે તેમણે એવું પણ ઉમેર્યું કે, જો હવામાં ફાયરિંગ થયું હોય તો છાતીમાં કેમ ગાર્ડને ગોળી વાગી? પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના સાગરીતો દ્વારા પૂર્વ આયોજિત કાવતરું છે. આ સાથે જ ઘટના મામલે ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જની પૂછપરછ કરી તેને ન્યાય અપાવવા કાયદેસરની કાર્યવાહીની પણ તૈયારીઓ બતાવવામાં આવી છે.
આ પણ વાંચો:પશુપાલકોને રાહત: દૂધસાગર ડેરી પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન આપશે
સેમી સ્કૂલ બનશે:સૌથી મોટી વાત એ છે કે દૂધસાગર ડેરીનું ટર્નઓવર (Turnover of Dudhsagar Dairy) રૂપિયા 6,000 કરોડ સુધી પહોંચ્યું છે. જે ગયા વર્ષની સરખામણીએ 20 ટકાવારી જેટલો વધારો થતો જોવા મળ્યો છે. આ તમામ નિર્ણયોને તમામ પશુપાલકોએ વધાવ્યો છે. જ્યાં પણ સ્કૂલ માટે જગ્યાની ઉપલબ્ધી મળશે ત્યાં સેમી સ્કૂલ બનશે. એવી ચર્ચા પણ બોર્ડમાં થઈ હતી.
દૂધ સાગર ડેરીમાં જે વહીવટમાં પારદર્શકતા આવી છે -નિયામક મંડળે(Board of Directors of Dudhsagar Dairy) પ્રામાણિક રીતે કામ કર્યું છે અને તેને કારણે પશુપાલકોને 62 વર્ષના દૂધ સાગર ડેરીના ઇતિહાસમાં(History of Dudhsagar Dairy) 321 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારાનું ચુકવણું નક્કી કર્યું છે. જો ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 14 ટકા જેટલો થાય છે. જો આજ દિન સુધી જોઈએ તો 10 ટકા સુધી પણ નથી આવ્યો. જે આજે ભાવ વધારો આવતા પશુપાલકોને ખૂબ ફાયદો થશે.