ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતના અસર પ્રોજેકટ થકી ગુજરાતના મહેસાણામાં બાળકોનું સ્ટેટીક લેવલ ચકાસાયુ

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ASER પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં એક માત્ર મહેસાણા જિલ્લાની પસંદગી કરી બાળ આયુનું સ્ટેટીક લેવલ ચકાસણી કરાઈ હતી.

By

Published : Mar 12, 2020, 3:29 AM IST

ભારતના અસર પ્રોજેકટ થકી ગુજરાતના મહેસાણામાં બાળકોનું સ્ટેટીક લેવલ ચકાસાયુ
ભારતના અસર પ્રોજેકટ થકી ગુજરાતના મહેસાણામાં બાળકોનું સ્ટેટીક લેવલ ચકાસાયુ

મહેસાણા : બાળક એ રાષ્ટ્રનું ભાવિ કહેવાય છે, ત્યારે ભાવિ ભારતના ઘડતર માટે સરકાર દ્વારા ASER પ્રોજેકટ એટલે કે એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ પ્રોજેકટ દ્વારા રાષ્ટ્રમાં 4થી 8 વર્ષના બાળકોની સ્થિતિ વિશે એક સર્વે હાથ ધરાયો છે. જેમાં વતશ 2005થી શરૂ કરાયેલા આ પ્રોજેકટ થકી હાલમાં વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં એક માત્ર મહેસાણા જિલ્લાની પસંદગી કરતા ASER પ્રોજેકટની કામગીરી માટે મહેસાણા સાર્વજનિક MSW અને BSW કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી સર્વેની જવાબદારી સોંપતા જિલ્લાના 60 ગામોમાં 4થી 8 વર્ષની આયુના કુલ 1450 જેટલા બાળકોને ચાર તબક્કામાં ચકાસવામાં આવ્યા છે.

ભારતના અસર પ્રોજેકટ થકી ગુજરાતના મહેસાણામાં બાળકોનું સ્ટેટીક લેવલ ચકાસાયુ

બાળકોમાં સંજ્ઞાત્મક, અરવી લેન્ગવેજ, પ્રિમેથ્સ અને સોસીયલ ઇનરોલમલ લર્નિંગ સહિતની એક્ટિવિટીમાં બાળકોનું સ્ટેટીક લેવલ જોવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓમાં અને વિદ્યાર્થીનીઓ સરકારી શાળાઓમાં વધુ અભ્યાસ કરતા હોવાનું તારણ પણ આ સર્વેમાં બહાર આવ્યું છે, ત્યારે બાળકોમાં સંજ્ઞાત્મક વિકાસ વધે તો બાળકો બાકીના તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે તેવું અનુમાન ASER પ્રોજેકટ થકી કાઢવામાં આવ્યું છે. તો બાળકનો માનસિક વિકાસ પણ 0થી 8 વર્ષની આયુમાં મહત્તમ રીતે થતો હોવાનું અનુમાન પણ તજજ્ઞો દ્વારા કાઢવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details