ગુજરાત

gujarat

ETV Bharat / state

શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી આઠમની કરાઈ ભવ્ય ઉજવણી - gujarat

મહેસાણાઃ શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે. રવિવારે રાત્રે 12 કલાકે માઁ બહુચરને આઠમની નવખંડ પલ્લી ભરાઈ હતી જેમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીની પલ્લીના દર્શન માટે પધાર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 9:49 AM IST

માઁ બહુચરના સાનિધ્યમાં આઠમની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બહુચર માતાજીના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ ભૂદેવો દ્વારા નવખંડ ભરી માતાજીની આરાધના કરી હતી. બહુચરાજીમાં માતાજીના ગાદીગોર ગણાતા શુક્લા પરિવાર દ્વારા માઁ બહુચરની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ માળી, કમાલિયા તેમજ ગોસ્વામી જ્ઞાતિના લોકોને પરંપરા મુજબ આ નવખંડના પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.

શક્તિપીઠ બહુચરાજી

ABOUT THE AUTHOR

...view details