ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બાયપાસ હાઇવે તુટ્યો

મહેસાણામાં બાયપાસ હાઇવે પર બનાવેલો ઓવરબ્રિજ બન્યાના માત્ર 7 વર્ષમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ પર અનેકવાર સમારકામ કરવામાં આવ્યુ, ત્યારે આવા નબળી ગુણવત્તા વાળી સામગ્રીનો ઉપયોગથી બ્રિજ બિસ્માર હાલતમાં છે અને તંત્રનો ગોટાળો સામે આવ્યો છે.

By

Published : Jan 24, 2020, 9:22 PM IST

મહેસાણા
મહેસાણા

મહેસાણાઃ રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલના ગઢ મહેસાણામાં જ તેમના માર્ગ મકાન વિભાગની પોલ છતી થઈ છે, જેમાં અમદાવાદથી મહેસાણા થઈ રાજસ્થાન જતા નેશનલ હાઇવેના ટ્રાફિકને અટકાવવા મહેસાણા નજીક બાયપાસ હાઇવે બનવવામાં આવ્યો હતો.

આ ધોરીમાર્ગ બન્યાના ગણતરીના સમયમાં જ ખખડધજ થઈ જતા બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. બાયપાસ હાઇવેના નિર્માણમાં જનતાના પૈસા પાણીમાં ગયા હોવાનો શૂર ઉઠ્યો હતો, છતાં તંત્રએ તે છુપાવવા અનેક વાર પ્રયાસો કરી માર્ગનુ સમારકામ કરાવ્યુ હતુ.

મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બાયપાસ હાઇવે તુટ્યો

વર્ષ 2012માં બનેલો આ ઓવર બ્રિજ બન્યાના 7 જ વર્ષમાં જર્જરિત બન્યો હતો, ત્યારે હાલમાં તંત્રએ આ માર્ગ પર આવતા તમામ વાહનોને ડાયવર્ઝન આપી તાત્કાલિક અસરથી રીપેરીંગ કામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details