ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝાના સુણોક ગામે નજીવી બાબતે પરિવાર પર ઘાતકી હુમલો - ગુજરાત

ઊંઝા તાલુકામાં આવેલા સુણોક ગામે એક મહિલા પોતાની ભાણીને ઘર આંગણે રમાડતી હતી ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે નીકળેલા બાઇક ચાલકને વાહન ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને ઠપકો આપનારી મહિલા સાથેના ઝઘડામાં વચ્ચે પડીને મામલો થાળે પાડવા પ્રયત્ન કરતા વ્યક્તિને બાઇકચાલક અને તેના સાગરિતોએ ભેગા મળીને છરી અને ધોકા વડે માર માર્યો હતો તેમજ ઇજાઓ પહોંચાડી હતી.

ઊંઝાના સુણોક ગામે ઠપકો આપતા એક પરિવાર પર ઘાતકી હુમલો
ઊંઝાના સુણોક ગામે ઠપકો આપતા એક પરિવાર પર ઘાતકી હુમલો

By

Published : Feb 13, 2021, 2:22 PM IST

  • ઊંઝાના સુણોક ગામે ઠપકો આપતા એક પરિવાર પર ઘાતકી હુમલો
  • છરી અને ધોકા મારી માર મરાયો
  • જાતિ બાબતે અપશબ્દો બોલી કરાયેલા હુમલામાં એક બાળકી સહિત 3 ઇજાગ્રસ્ત

મહેસાણા: ઊંઝા તાલુકામાં આવેલા સુણોક ગામે એક મહિલા પોતાની ભાણીને ઘર આંગણે રમાડતી હતી. ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે નીકળેલા બાઇકચાલકને વાહન ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને ઠપકો આપનારી મહિલા સાથેના ઝઘડામાં વચ્ચે પડીને મામલો થાળે પાડવા પ્રયત્ન કરતા વ્યક્તિને બાઇકચાલક અને તેના સાગરિતોએ ભેગા મળીને છરી અને ધોકા વડે માર માર્યો હતો. તેમજ ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર મામલે જાહેરનામાના ભંગ અને જાતિવિષ્યક અપશબ્દો બોલવા મામલે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

બાઇક ચાલક સહિત 6 સામે નોંધાઇ ફરિયાદ

બાઇકચાલક કિશનજી ઠાકોર આવેશમાં આવીને વાહન ધીમે ચલાવવા ઠપકો આપનારી મહિલા અને તેની ભાણી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જે બબાલ મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતું. કિશન ઠાકોર અને તેના સહિત 6 જેટલા શખ્સોએ મહિલા અને તેની ભાણીને જાતિવિષયક અપશબ્દો બોલી ધોકા અને છરી વડે ઇજાઓ પહોંચાડી હતી. ઝગડો શાંત પડે માટે મધ્યસ્તી કરતા અન્ય એક વ્યક્તિને પણ માર મરાયો છે. જે ઘટનાની જાણ થતાં નજીકના લોકોએ 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. ઉનાવા પોલીસે ઘટનાની મળતી માહિતી આધારે ભોગ બનનારની ફરિયાદ લઈને હુમલો કરનારા તમામ 6 શખ્શો વિરુદ્ધ એટરોસિટી અને જાહેરનામા ભંગ સહિત મારામારી કરીને ધમકી આપવા મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details