ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર APMC હોલ ખાતે 250 રક્તદાતાઓ સાથે રક્તદાન કેમ્પ યોજાયો - MAHESANA DAILY UPDATES

કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ઠેર-ઠેર રક્તદાન કેમ્પ(BLOOD DONATION CAMP)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં જિલ્લાના વિસનગર ખાતે APMC હોલમાં આજે 250 જેટલા રક્તદાતાઓની અગાઉથી નોંધણી કરીને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.

વિસનગર APMC હોલ ખાતે 250 રક્તદાતાઓ સાથે રક્તદાન કેમ્પ યોજાયો
વિસનગર APMC હોલ ખાતે 250 રક્તદાતાઓ સાથે રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Jun 6, 2021, 10:51 AM IST

  • વિસનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
  • મોદી સરકારના સાત વર્ષના સુશાસનને લઈ રક્તદાન કેમ્પનું આયોજન
  • વિસનગર APMC હોલ ખાતે 250 જેટલા રક્તદાઓએ કર્યુ રક્તદાન

મહેસાણા: કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટી(BJP)માં નરેન્દ્ર મોદીના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ઠેર-ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં જિલ્લાના વિસનગર ખાતે APMC હોલમાં આજે 250 જેટલા રક્તદાતાઓની અગાઉથી નોંધણી કરીને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કોરોના જેવી ગંભીર મહામારી સમયે એક જીવ બીજા જીવને કામ આવે તેવું ઉત્તમ કાર્ય કર્યું છે.

રક્તદાતાઓ સન્માનિત કરી પ્રોત્સાહન ભેટ અર્પણ કરાઈ

રક્તદાતાઓ સન્માનિત કરી પ્રોત્સાહન ભેટ અર્પણ કરતા મહેસાણા સાંસદ અને વિસનગર ધારાસભ્ય દ્વારા રક્તદાન શિબિરને સફળ બનાવતા વિસનગરથી કોરોના મહામારી સમયે શરૂ થયેલા સેવા યજ્ઞથી સતત નાગરિકોને દવા, મેડિકલ ચેકઅપ અને હોસ્પિટલની સુવિધા વધારવાનું સુચારુ આયોજન કરી બતાવ્યું છે.

આ પણ વાંચો:અરવલ્લીના ભિલોડામાં WHOના સૂત્ર હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો

રક્તદાન શિબિરનું આયોજન કરી જરૂરિયાતમંદ લોકોને સેવા પુરી પાડી

ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા વિસનગર શહેરના આવેલ સરકારમાં સહયોગ વિના મૃતપાય હાલતમાં રહેલી સિવિલ હોસ્પિટલને દાતાઓ અને સેવાભાવી લોકોના સહકારથી કોરોનાની બીજી લહેરમાં કાર્યરત કરીને ગરીબ અને મધ્યમવર્ગીઓને સેવા પૂરી પાડવામાં મદદરૂપ થઇને વિસનગરના ગામોમાં મેડિકલ ચેકઅપ અને દવાઓ આપી કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. હાલમાં વિસનગર પંથકમાં કોરોનાના કેસ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ધારાસભ્યએ આરોગ્ય બાબતે નાગરિકો માટે વિવિધ સુવિધા અને રક્તદાન શિબિરનું આયોજન કરી જરૂરિયાતમંદ લોકોને સેવા પુરી પાડી છે.

વિસનગર APMC હોલ ખાતે 250 રક્તદાતાઓ સાથે રક્તદાન કેમ્પ યોજાયો

આ પણ વાંચો:પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ભાજપ દ્વારા 7 વર્ષ પૂર્ણતાને લઈને ઉજવણી કરવામાં આવી

ભાજપ દ્વારા કેન્દ્ર સરકારમાં પોતાના સુશાસનના 7 વર્ષ પૂર્ણતાને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મહામારી સમયે રક્તદાનના આયોજનથી ઉજવણી કરવામાં આવતા રક્તદાતાઓ પણ ખુશીભેર રક્તદાન કરીને એક બીજાના જીવ બચાવવા માટે આગળ આવી રહ્યા છે અને આવા જ રક્તદાન કેમ્પ યોજતા રહે તે માટે તેઓ રક્તદાન કરવા તત્પર જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details