મહેસાણાઃ નાણાં ધીરનારનું લાયસન્સ કાઢી આપવા પેટે રૂપિયા 13 હજારના લાંચની માંગણી કરનારો સહકારી અધિકારી દિપક મોદી ઝડપાયો હતો. મહેસાણાના યુવાનને નાણાં ધીરનારનું લાયસન્સ કઢાવવાનું હોવાથી તેમણે કલેકટર કચેરી સ્થિત બ્લોક નંબર- 2માં આવેલા જિલ્લા સેવા સદન શાહુકારોના સહાયક નિબંધકની કચેરીમાં જઇ નાણાં ધીરનારનું લાયસન્સ મેળવવા અંગેનું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સબમીટ કરાવ્યું હતું.
નાણાં ધીરનારના લાયસન્સ માટે રૂપિયા 13 હજારની લાંચ લેનારો અધિકારી ઝડપાયો - કલેકટર કચેરી
નાણાં ધીરનારનું લાયસન્સ કાઢી આપવા પેટે રૂપિયા 13 હજારના લાંચની માગણી કરનારા સહકારી અધિકારી દિપક મોદી રંગે હાથે ઝડપાયો છે. અધિકારી મહેસાણા કલેક્ટર કચેરીના બ્લૉક-2માં આવેલી કચેરીની લોબીમાં સોમવારે ACBએ ગોઠવેલા છટકામાં ઝડપાયો હતો.
જો કે, અહીંની કચેરીના સહકારી અધિકારી ધીરધાર વર્ગ-3 દિપક મોદીએ (52) લાઇસન્સ કાઢી આપવા માટે રૂપિયા 18 હજારના લાંચની માગ કરી હતી. જે અનુસંધાને યુવાને અગાઉ લાંચ પેટે રૂપિયા 5 હજાર આપ્યા હતા અને બાકીની રકમ આપવા માગતા નહોતા. જેથી તેમણે મહેસાણા ACBમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે ACB પીઆઇ સી.ડી. વણઝારાએ સોમવારે સ્ટાફ સાથે આ કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં બપોરે 3 કલાકની આસપાસ કચેરીની લોબીમાં આવી સહકારી અધિકારી દીપક મોદીએ વાતચીત કરી લાંચના રૂપિયા 13 હજાર સ્વીકારતાની સાથે જ નજીકમાં હાજર ACB સ્ટાફે તેને દબોચી લીધો હતો.