ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરના કાંસા ગામે આયુષ ગ્રામ પ્રોજેકટ શુભારંભ પહેલા આયુષ સંધ્યા રેલી યોજાઈ

જિલ્લામાં એક માત્ર કાંસા ગામ આયુષ ગ્રામ અંતર્ગત પસંદગી પામ્યું છે, ત્યારે જિલ્લા આયુર્વેદ વિભાગ અને ગ્રામજનો દ્વારા આયુષ ગ્રામ યોજનાના ઉદ્ઘાટન પહેલા ગામ લોકોની જન જાગૃતિ માટે આયુષ સંધ્યાનું આયોજન કરાયું હતું.

કાંસા ગામે આયુષ ગ્રામ પ્રોજેકટ શુભારંભ પહેલા આયુષ સંધ્યા રેલી યોજાઈ
કાંસા ગામે આયુષ ગ્રામ પ્રોજેકટ શુભારંભ પહેલા આયુષ સંધ્યા રેલી યોજાઈ

By

Published : Feb 28, 2020, 7:52 PM IST

મહેસાણા : વિસનગરના કાંસા ગામે આયુષ ગ્રામ અંતર્ગત આયુર્વેદનો ઉપયોગ કરી સંપૂર્ણ ગામ સ્વસ્થ્ય અને તંદુરસ્ત બને તેવું આયોજન સરકારના પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યું છે, ત્યારે કાંસા ગામે મહેસાણા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા યોજનાની શરૂઆત માટે ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે.

કાંસા ગામે આયુષ ગ્રામ પ્રોજેકટ શુભારંભ પહેલા આયુષ સંધ્યા રેલી યોજાઈ

આ તકે આજરોજ યોજાયેલા આ ઉદ્ધાટન કાર્યક્રમમાં ગામ લોકો જોડાયા અને આયુર્વેદિક સારવાર વિશે માહિતગાર થાય તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધરતા બળદ ગાળામાં ટેબલો તૈયાર કરી આયુર્વેદિક ઉપચાર અને ઔષધિઓની માહિતી પ્રચાર પ્રસાર કરવામાં આવી હતી. આ ટેબલો સાથે સમગ્ર ગામમાં ગામના આગેવાનો આયુર્વેદિક વિભાગના તબીબો દ્વારા શાળાના બાળકો સાથે આયુર્વેદ અપનાવોના સુત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. તો ગામ લોકોએ પણ પોતાના ગામમાં આયુષ ગ્રામ પ્રોજેકટને આવકારતા ગામને આયુષ ગામ બનાવવામાં સહયોગ આપવાનો શૂર પુરાવ્યો છે.


ABOUT THE AUTHOR

...view details