ગુજરાત

gujarat

મહેસાણામાં અનામત બચાવો કમિટી દ્વારા રેલીનું આયોજન કરાયું

By

Published : Jan 9, 2020, 2:51 PM IST

મહેસાણાઃ અનામત બચાવો સમિતિ દ્વારા યોજાઈ રહી છે. રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા 1 સપ્ટેમ્બર 2018ના રોજ બનેલા મહિલા અનામત ઠરાવ રદ કરવાની માગ સાથે રેલી યોજાઇ હતી. આ રેલીમાં દલિત દેસાઈ પ્રજાપતિ ચોધરી. ઠાકોર સહિત વિવિધ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા. મહેસાણા સમર્પણ ચોકથી રેલીની શરૂઆત થઈ હતી.

etv bharat
મહેસાણામાં અનામત બચાવો કમિટી દ્વારા રેલી યોજવામાં આવી

સરકારમાં કોઈ પણ ઓરકારના ફેરફાર થાય ત્યાં સમર્થન કે, વિરોધનો હેલો શૂર ઉતર ગુજરાતની ધરતી પર મહેસાણાથી ઉપડતો હોય છે, ત્યારે મહિલા અનામત ઠરાવ રદ થવા મામલે મહેસાણા શહેરમાં અનામત બચાવો કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કમિટીમાં obc,sc, st સહિત અનામત ધારામાં આવતા અનેક વર્ણ અને સમાજના સભ્યો જોડાયેલા હતા.

મહેસાણામાં અનામત બચાવો કમિટી દ્વારા રેલી યોજવામાં આવી

એક તરફ 1 સપ્ટેમ્બર 2018ના રોજ મહિલા અનામત નાબૂદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યાં હોવી બીજી તરફ ઉંઘમાંથી જાગેલી જનતા હવે અનામત બચાવોના સુર ઉચ્ચારી રહી છે.

મહેસાણામાં અનામત બચાવો સમિતિ દ્વારા દલિત, દેસાઈ, ચૌધરી, પ્રજાપતિ, ઠાકોર સહિતના વિવિધ સમાજો જ્ઞાતિઓને સાથે રાખી મહિલા અનામત રદ કરવા મામલે વિરોધ દર્શાવી બેનરોમાં સૂત્રો લખી રેલી કાઢવામાં આવી હતી. રેલી યોજી સરકાર સુધી પોતાનો શૂર પહોંચાડતા અનામત બચાવો કમિટી દ્વારા મહિલાઓની અનામત પાછી આપવા અને જે સમાજ અને જ્ઞાતિઓને અનામતનો લાભ મળી રહ્યો છે. તેમાં અયોગ્ય જણાય તેવો ફેરફાર ન કરવા રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details