- મહેસાણામાં કડીના ઈરાણા ગામની સીમમાંથી મૃત શિશુ મળી આવ્યું
- જાળી જંખરમાં પડેલ મૃત બાળકને જોતા લોકો અચંબિત થયા
- નર જાતિનું અધૂરા માસે જન્મેલ હોય તેવું શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
- પોલીસ સહિત તંત્રને જાણ થતાં સ્થળ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી
મહેસાણામાં કડીના ઈરાણા ગામમાં પ્રિ મેચ્યોર બાળક મૃત હાલતમાં મળ્યું - ઈરાણા ગામ
મહેસાણાના કડીમાં આવેલા ઈરાણા ગામની સીમમાંતી એક મૃત શિશુ મળી આવ્યું હતું. જાળી જાંખરામાં મૃત હાલતમાં પડેલા આ બાળકને જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા. પોલીસ સહિત તંત્રને જાણ થતા તમામ લોકો અહીં દોડી આવ્યા હતા. અને આગળની તપાસ શરૂ કરી હતી.
મહેસાણાઃ મૃત શિશુ મળવા મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે શોધ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રિ મેચ્યોર બાળક મૃત હાલતમાં મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. કડી તાલુકાના ઈરાણા ગામની સીમમાંથી સોમવારે બપોરે અધૂરા માસે જન્મેલ બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. ઈરાણા ગામની સીમમાં આશરે સાડા ચારથી પાંચ મહિનાના અધૂરા માસે જન્મેલ પ્રિ મેચ્યોર બાળકને અજાણ્યા શખ્સો દ્વારા ફેંકી દેવાયેલ હોવાનું હાલમાં જણાઈ રહ્યું છે. મૃત હાલતમાં મળેલા બાળકને નંદાસણ સી.એચ.સી. માં પોસ્ટમોર્ટમ કરનાર ડો. કેતન સોલંકીએ જણાવ્યું હતું કે, મળેલ બાળક મૃત હાલતમાં મળ્યું હતું અને અધૂરા માસે જન્મેલ હતું જેનું વજન 250 ગ્રામ જેટલું હતું.
પોલીસે અજણાયા શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
નંદાસણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી નંદાસણ સીએચસીમાં મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.