ગુજરાત

gujarat

ETV Bharat / state

બાવલું પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીનું માર્ગ અકસ્માતમાં મોત - mahesana police station

કડીના બાવલું ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કૂતરાને બચાવવા જતા બાઈક ડિવાઇડર સાથે ટકરતા મોત નીપજ્યું હતું.

બાવલું પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીનું માર્ગ અકસ્માતમાં મોત
બાવલું પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીનું માર્ગ અકસ્માતમાં મોત

By

Published : Apr 12, 2021, 10:01 PM IST

  • પોલીસ કર્મીનું માર્ગ અકસ્માતમાં મોત
  • રોડ વચ્ચે કૂતરું આવી જતા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
  • ડિવાઇડર સાથે માથું ટકરાતા ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું
  • કડીના બાવલું પોલીસ મથકે ફરજ બજાવતો હતો યુવાન

મહેસાણાઃ કડી તાલુકામાં આવેલા બાવલુ પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી સર્વિસ આપતા કલ્પેશ ચાવડા નામના પોલીસ કર્મી સવારે ઘરેથી પોતાનું બાઈક લઈને બાવલું પોલીસ મથકે નોકરી અર્થે નીકળ્યા હતા. એ દરમિયાન કડીથી મેંડા આદરાજ રોડ પાસે આવેલા સૂર્યમુખી હનુમાનજીના મંદિર પાસે કૂતરાને બચાવવા જતા પોલીસ કર્મીએ પોતાનું બાઈક પરથી સ્ટેયરીંગ ગુમાવી દેતા બાઈક ડિવાઇડર સાથે ટકરાયું હતું. જેથી પોલીસ કર્મીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે કડીની ભાગ્યોદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું.

બાવલું પોલિસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીનું માર્ગ અકસ્માતમાં મોત

આ પણ વાંચોઃથરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર

જમવા ઘરે આવવાનું કહી નીકળેલા પોલીસ જવાન માર્ગ અકસ્માત થતા મોતને ભેટ્યો

મૃતક પોલીસ કર્મી કલ્પેશ ચાવડા પોલીસ ખાતામાં છેલ્લા 2011થી આજ દિન સુધી ફરજ બજાવતા હતા. તેમજ જ્યારે અકસ્માતની થોડી મિનિટો પહેલા પોતાના પિતાને છેલ્લે ઘરેથી નીકળ્યા ત્યારે કહીને નીકળેલા કે ટ્રાફિકની કામગીરી પુરી કરી બપોરે જમવા માટે ઘરે આવીશ. તેવું કહી તેઓ પોલીસનો યુનિફોર્મ પહેરી ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. થોડીવાર પછી મહોલ્લામાંથી એક ભાઈએ જણાવ્યું કે, દીકરાનું અકસ્માત થયું છે. ત્યારબાદ પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details