- ત્રણ વર્ષ પહેલાં વડનગરમાં યુવકે યુવતીનો બેભાન અવસ્થામાં વીડિયો બનાવ્યો
- દુષ્કૃત્યના આરોપમાં યુવક સાથે અન્ય એક સ્ત્રી પણ મળેલી છે
- વડનગરના યુવક પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
મહેસાણા :શહેરમાંત્રણ વર્ષ પહેલાં રાહુલ મોદી નામના એક યુવકે પ્રસાદીની અંદર કોઈ પદાર્થ ભેળવી યુવતીને બેભાન અવસ્થામાં લાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનો યુવકે વીડિયો બનાવી તે યુવતીને સતત ત્રણ વર્ષ સુધી પીંખી નાખી હતી. તેને યુવતીનું શારીરિક શોષણ કરતા ધાકધમકી આપી હતી. જોકે, આ સમગ્ર પ્રકરણમાં યુવક સાથે મળેલી અન્ય એક પરપ્રાંતની સ્ત્રીએ આ યુવક અને યુવતીના બિભસ્ત વિડિઓ વાઇરલ કરતા ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવક યુવતીને સતત ધાક ધમકી આપતો
વડનગરમાં યુવતીને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચરનાર શખ્સે વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તે યુવક રાહુલ મોદીએ સતત યુવતીને ધાક ધમકી આપી હતી. વિડયોના આધારે બદનામ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલિંગ કરી તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.
આ પણ વાંચો : જયપુર: ચાલતી કારમાં 12 લોકોએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, વીડિયો વાયરલ થતાં કેસ દાખલ