- કડી- થોળ રોડ પર આવેલી N. K. પ્રા.લી. કંપની સામેના પાર્કિંગની ઘટના
- પાર્કિંગમાં પડેલી એરંડા ભરેલી ટ્રક સળગી ઉઠી
- કંપનીમાં રહેલા અને નગરપાલિકાના અગ્નિશામક સાધનોથી આગ પર કાબૂ મેળવાયો
- આગ લાગવા પાછળનું કારણ અકબંધ
મહેસાણા: જિલ્લાના કડી ખાતે અનેક ઓઇલ અને કોટન મિલો આવેલી છે, ત્યારે કડી- થોળ રોડ પર N. K. પ્રા.લી. નામની કંપની સામે રાજસ્થાનથી એરંડા ભરીને આવેલી એક ટ્રક પાર્કિંગમાં ઉભી હતી. જેમાંથી એકાએક આકસ્મિક રીતે ધુમાડા નિકળવા લાગ્યા હતા, ત્યારે ટ્રકમાં આગ લાગી હોવાનું જાણ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે આગ લાગવાની ઘટનને લઈ N. K. નામની કંપની અને કડી નગરપાલિકામાંથી અગ્નિશામક મશીનરી બોલાવી પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો.