- વિસનગરના ગાયક નવયુવાન અને ભાજપ શહેર પ્રમુખના પુત્ર સાગર સામે ફરિયાદ
- 3 જૂને બર્થ ડે ઉજવ્યો હોવાનો વીડિયો વાઇરલ થતા ફરિયાદ નોંધાઇ
- રાજ્ય પોલોસ કંટ્રોલમાંથી જાણ કરાતા ફરિયાદ નોંધાઇ
- કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી માસ્ક અને સામજિક અંતર વિના જ જાહેરમાં પાર્ટી કરી હતી
મહેસાણા : જિલ્લામાં આમ તો પોલીસ કરોના ગાઈડલાઈનના પાલન કરાવવાના અઢળક નાટકો કરી રહી છે, પરંતુ આ નાટકોમાં માત્ર સામાન્ય નાગરિકો જ પરેશાન થતા હોય છે. જ્યારે ભાજપ સાથે સંકળાયેલા કે ભાજપના હોદ્દેદારો સામે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવાના અનેક કિસ્સાઓ બાદ પણ મહેસાણા પોલીસ આંખ આડા કાન કરી બેસી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
વિસનગર ભાજપ શહેર પ્રમુખના પુત્ર સાગર સામે તેનો જન્મદિવસ જાહેરમાં ઉજવવા બદલ ફરિયાદ નોંધાઈ હતી આ પણ વાંચો : ગોંડલમાં જનસેવા કેન્દ્રે બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો
કોરોના ગાઈડલાઇનનો ભંગ કરી બર્થ ડે ઉજવતા ફરિયાદ
વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્ર અને યુવા ગાયક સાગર પટેલે ગત 3 જૂનના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવાતા પોતાના સોસાયટી કાઉપન્ડમાં મિત્રો સહિતના લોકોના ટોળા કરી મોઢે માસ્ક કે કપડું ધારણ ન કરી અને સામજિક અંતર જાળવ્યા વિના જ કેક કટિંગ અને બર્થડે પાર્ટી કરી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનના લિરે લિરા ઉડ્યા હતા. તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજ્યના પોલીસ કન્ટ્રોલ રૂમથી મહેસાણા પોલિસ વડાને જાણ કરવામાં આવતા વિસનગર પોલીસ દ્વારા વીડિયો વાઇરલ અને કોરોના ગાઈડ લાઈનના ભંગ બાબતે સાગર પટેલ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. તો પોલીસ સમક્ષ સાગર પટેલે પોતે આ પાર્ટી કરી કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હોવાની કબૂલાત પણ કરી છે. તેવા અહેવાલ સૂત્રમાંથી મળી રહ્યા છે.