2019ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ આજે 17મી લોકસભાના નેતા તરીકે વડાપ્રધાન મોદીએ બીજીવાર શપથ લીધા હતા. ત્યારે તેમના મૂળ વતન એટલે કે વડનગરમાં ઉત્સાહ અને આનંદની લાગણી લોકોમાં જોવા મળી હતી.
વડાપ્રધાનના વતન વડનગરમાં પણ મોદીના રાજતિલકની ઉજવણી - vadnagar
વડનગરઃ વડાપ્રધાનના વતન વડનગરમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સરમિષ્ટા તળાવના તળે મોટી સ્ક્રીન લગાવીને સમગ્ર વડાનગરવાસીઓ દ્વારા શપથ સમારોહ નિહાળવામાં આવ્યો હતો.
વડનગર
પોતાના જ ગામનો એક દિકરો બીજીવાર વડાપ્રધાન પદે શપથ લેતો હોય ત્યારે તે ક્ષણોને નિહાળવા માટે વડનગરમાં મોટી સ્ક્રીન લગાવી ગામના લોકોએ લાઈવ શપથગ્રહણ સમારોહ જોયો હતો. તેમજ આ ક્ષણે ગ્રામજોનએ પ્રસંગ સમજીને તેની ભવ્ય ઉજવણી કરી હતી.
Last Updated : May 31, 2019, 2:20 AM IST