ભૂતપૂર્વ પ્રેમીકા પોતાના મિત્ર સાથે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહી હતી. તે સમગ્ર જાણ ભૂતપૂર્વ પ્રેમીને થતા તે ત્યાં આવી રોફ જમાવવાની કોશીષ કરી હતી પરંતુ ત્યાં હાજર તેના મિત્રોએ જ પૂર્વ પ્રેમી પર હુમલો કર્યો હતો. જેને લઇને પોલીસે 7 શખ્સોની ધરપકડ પણ કરી છે.
મહેસાણામાં પ્રેમ પ્રકરણને લઇને મિત્રોનો પૂર્વ પ્રેમી પર હુમલો, 7ની ધરપકડ - પૂર્વ પુરુષ મિત્ર
મહેસાણાઃ જર,જમીન અને જોરું ત્રણે કજિયા છોરું આ કહેવતને સમર્થન આપતો કિસ્સાઓ મહેસાણા ખાતે બન્યો છે. જેમાં બ્રેકઅપ બાદ પ્રેમીકા અન્ય યુવકો સાથે બર્થ ડે પાર્ટી મનાવતી હતી. જેની જાણ પૂર્વ પ્રેમીને થતા તે પોતાના મિત્રોને બોલાવી રોફ જમાવવા આવ્યો હતો. પરંતુ તે નિષ્ફળ થયો હતો. આ ઘટનાને લઇને પોલીસે 7 શખ્સોની અટકાયત કરી છે. આ ઘટનાને જોતા અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે.
મહેસાણામાં પ્રેમ પ્રકરણને લઇને મિત્રોનો પૂર્વ પ્રેમી પર હુમલો, 7ની ધરપકડ
તાજેતરમાં કોલેજીયન મિત્રોમાં પ્રેમ પ્રકરણ મામલે સર્જાયેલી તકરારે એક મોટુ સ્વરૂપ ધારણ કરતા પોલીસ હરકતમાં આવી હતી. મહેસાણા શહેરમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની ધોળી પી રહ્યા છે, ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી અને ભોગ બનનારને ન્યાય અપાવવા શહેરીજનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જો કે પોલીસે હાલમાં 7 શખ્સોની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.