ગુજરાત

gujarat

ETV Bharat / state

પલ્સમાં 500 રોકાણકારોને સુપ્રીમના આદેશ બાદ પણ રિફંડ ન મળતા ઇચ્છામૃત્યુની માંગ કરી - ગ્રાહકોના પૈસા

પલ્સ નામની કંપનીમાં વિવિધ સ્કીમ અંતર્ગત રોકાણ કરાવી ગ્રાહકોના પૈસા ડૂબવા મામલે સુપ્રીમ કોર્ટે રિફંડ કરવા આદેશ કર્યો હતો. જે આદેશ મુજબ કંપની દ્વારા રિફંડ કરવામાં ન આવતા મહેસાણાના 500 જેટલા રોકાણકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઇચ્છામૃત્યુની માંગ કરી હતી.

પલ્સમાં 500 રોકાણકારોને કોર્ટના આદેશ બાદ પણ રિફંડ ન મળતા ઇચ્છામૃત્યુની માગ
પલ્સમાં 500 રોકાણકારોને કોર્ટના આદેશ બાદ પણ રિફંડ ન મળતા ઇચ્છામૃત્યુની માગ

By

Published : Feb 9, 2021, 2:22 PM IST

  • પલ્સમાં 500 રોકાણકારોને કોર્ટના આદેશ બાદ પણ રિફંડ ન મળ્યું
  • મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી ઈચ્છા મૃત્યુની કરી માંગ
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કંપનીએ પૈસા ન ચૂકવ્યા

મહેસાણા: પલ્સ નામની કંપનીમાં વિવિધ સ્કીમ અંતર્ગત રોકાણ કરાવી ગ્રાહકોના પૈસા ડૂબવા મામલે સુપ્રીમ કોર્ટે પૈસાનું રિફંડ કરવા આદેશ કર્યો હતો. જે આદેશ મુજબ કંપની દ્વારા રિફંડ કરવામાં ન આવતા મહેસાણાના 500 જેટલા રોકાણ કારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઇચ્છામૃત્યુની માંગ કરી હતી.

મહેસાણાના 500 સહિત રાજ્યના 30 લાખ રોકાણકારો ફસાયેલા છે

પલ્સ નામની કંપનીમાં વિવિધ સ્કીમ અંતર્ગત રોકાણ કરાવી ગ્રાહકોના પૈસા ડૂબવા મામલે સુપ્રીમ કોર્ટે પૈસાનું રિફંડ કરવા આદેશ કર્યો હતો. જે આદેશ મુજબ કંપની દ્વારા રિફંડ કરવામાં ન આવતા મહેસાણાના 500 જેટલા રોકાણ કારોએ કલેકટરને આવેદનપત્ર આપી ઇચ્છામૃત્યુની માંગ કરી હતી. પલ્સ નામની કંપનીની વિવિધ સ્કીમો હેઠળ ભારતભરમાંથી 6 કરોડ ગ્રાહકોના 50 હજાર કરોડ પરત મળ્યા નથી. ત્યારે ગુજરાતમાં મહેસાણા સહિત કુલ 30 લાખ ગ્રાહકો અટવાયેલા છે. જેની રજૂઆત વડાપ્રધાન સુધી કરાઈ છે. સતત ગ્રાહકો અને એજન્ટો વચ્ચે ઝગડા થતા રહ્યા છે. ત્યારે આ મામલેથી પરેશાન 500 થી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details