મહેસાણાઃ જિલ્લામાં કોરોના વાઇરસના પગલે આરોગ્ય અને વહીવટી તંત્ર સતત તકેદારી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, જિલ્લાની બોર્ડરો સિલ ન કરવામાં આવી હોવોાથી કેટલાક લોકો ચોરી છુપી મહેસાણા જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે. આવા અનેક લોકો કોરોના ઇફેકટેડ થતા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી ચૂક્યું છે.
જિલ્લામાં વિજાપુર, સતલાસણા, બેચરાજી, કડી, મહેસાણા, ખેરાલુ તાલુકા બાદ હવે કોરોનાએ વિનસગર તાલુકામાં પણ પ્રવેશ કરી લીધો છે. મહત્વનું છે કે, જિલ્લામાં લેવાયેલા 14 સેમ્પલ પૈકી આજે વિસનગરના રંગપુર ગામના સરપંચના સંબંધી મહિલા અને વિસનગર થલોટા રોડ પર આવેલી સ્વરાજ સોસાયટીના એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
મહેસાણામાં વધુ 5 કોરોના પોઝિટિવ, વિસનગરમાં પણ કોરોનાનો પગપેસારો તાલુકામાં આવેલા બે પોઝિટિવ કેસના પગલે જિલ્લા આરોગ્યની ટીમ અને તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરી બન્ને દર્દીને કોવિડ 19 હોસ્પિટલ મહેસાણા અને વડનગર ખાતે દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. તો તેમના વિસ્તારને સેનેટાઇઝર કરવા સહિતની કામગીરી કરી સંપર્ક આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
આ સાથે વસનગરના મોલીપુર ગામેથી પણ 2 કેસ પોઝિટિવ આવ્યો છે. તો એક કેસ મહેસાણાના છઠિયારડાથી પોઝિટિવ સામે આવ્યો છે. તો અન્ય બે દર્દીઓનો બીજો રિપોર્ટ પણ પોઝિટવ આવ્યો છે.
હાલ, જિલમાં કુલ 57 કેસ નોંધાયેલા છે, જેમાંથી 37 લોકો રિકવર થયા છે જ્યારે મહેસાણા ખાતે નિર્મિત કોવિડ-19 હોસ્પિટલમાં 16 વડનગરમાં 4 અને ગાંધીનગર સોવિલમાં 1 મળી કુલ 21 એક્ટિવ કેસ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.