ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા બાળ સુધાર ગૃહમાં 5 કિશોરોએ બારીના કાચ તોડ્યા, અધિક્ષકને આપી ધમકી

મહેસાણા જિલ્લાના બાળ સુધાર ગૃહમાં 5 બાળકોએ ગુસ્સામાં બારીઓના કાચ તોડી હંગામો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમયે ફરજ પરના અધિક્ષકે પણ ત્યાં દોડી આવી બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે અધિક્ષકને પણ ધમકી આપતા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેસાણા બાળ સુધાર ગૃહમાં 5 કિશોરોએ બારીના કાચ તોડ્યા, અધિક્ષકને આપી ધમકી
મહેસાણા બાળ સુધાર ગૃહમાં 5 કિશોરોએ બારીના કાચ તોડ્યા, અધિક્ષકને આપી ધમકી

By

Published : Nov 22, 2020, 12:45 PM IST

  • મહેસાણા બાળ સુધાર ગૃહના બાળકોએ મચાવ્યો હંગામો
  • 5 બાળકોએ બારીના કાચ તોડ્યા
  • પોલીસ ફરિયાદ નોંધાઈ

મહેસાણા: બાળ સુધાર ગૃહમાં સગીર અવસ્થામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને રાખવામાં આવે છે, પરંતુ આ બાળકોની માનસિકતા અત્યંત અકળામણ ધરાવતી હોવાથી તેઓ ઘણીવાર ભાગી છૂટવા, અંદરોઅંદર ઝઘડા, આપઘાત કરવાની ઘટનાઓને અંજામ પણ આપતા હોય છે.

મહેસાણા બાળ સુધાર ગૃહમાં 5 કિશોરોએ બારીના કાચ તોડ્યા, અધિક્ષકને આપી ધમકી

તાજેતરમાં આ ગૃહમાં અહીં રાખવામાં આવેલા પાંચ જેટલા સગીરોએ બારીના કાચ તોડી પાડી હંગામો મચાવ્યો હતો. આથી ફરજ પરના અધિક્ષકે તેમને રોકવાનો પ્રયાસ કરતા આ સગીરોએ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહેસાણા બાળ સુધાર ગૃહમાં 5 કિશોરોએ બારીના કાચ તોડ્યા, અધિક્ષકને આપી ધમકી

અધિક્ષકે પોલીસ ફરિયાદ નોંધી

અધિક્ષક સન્નીભાઈ પટેલ દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ધમકી આપી કાયદાના ઘર્ષણમાં આવનારા તમામ 5 સગીર સાગર હરીશ પાટીલ, રૂપેશ ઉર્ફે રૂપિયો સાલીક મરાઠે, જયેશ ઉર્ફે બાકરું યુવરાજ વાઘ, રાકેશ ઉર્ફે ગનીયો રાજુભાઇ પટણી અને ગણેશ બાપુભાઈ કોળી સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details