ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના ખેરવા ગામે કારની ટકકરે 3 વર્ષના બાળકનું મોત - mahesana daily news

મહેસાણાના ખેરવા ગામે કારની ટકકરે 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. કાર ચાલકનો નંબર માલુમ પડતા મૃતક બાળકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે કારની ટક્કરે અકસ્માત સર્જી પોતાના 3 વર્ષના બાળકનું મોત નિપજાવનારા અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

By

Published : Jun 12, 2021, 12:01 PM IST

  • મહેસાણા તાલુકાના ખેરવા ગામે કારની ટકકરે 3 વર્ષના બાળકનું મોત
  • કાર ચાલક રમતા બાળકને ટક્કર મારી ફરાર થયો
  • ગંભીર ઇજાઓ પહોંચતા બાળકનું મોત નીપજ્યું

મહેસાણા:ખેરવા ગામે કારની ટકકરે 3 વર્ષના બાળકનું મોત થયું હતુ. કાર ચાલક રમતા બાળકને ટક્કર મારીને ફરાર થયો હતો. મહેસાણા તાલુકા પોલીસે કારના નંબરને આધારે તપાસ હાથ ધરી હતી.

કારચાલકે બાળકને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામે રહેતા એક રાવળ પરિવારના સભ્યો પોતાનું 3 વર્ષનું બાળક લઈ મહેસાણાના ખેરવા ગામે મહેમાનગતિ કરવા ગયા હતા. ત્યારે તેમનું બાળક અચાનક રમતા રમતા ઘરની બહાર નીકળી ગયું હતુ. અચાનક એક કારચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી આવી બાળકને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ પણ વાંચો:પતંગ ચગાવતા સમયે બીજા માળેથી પટકાતા 5 વર્ષીય બાળકનું મોત

મહેસાણા તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે અકસ્માતની જાણ થતાં ઘરની બહાર આવી જોતા બાળકને અકસ્માતને પગલે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતુ. કાર ચાલકનો નંબર માલુમ પડતા મૃતક બાળકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે કારની ટક્કરે અકસ્માત સર્જી પોતાના 3 વર્ષના બાળકનું મોત નિપજાવનારા અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મહેસાણા તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:બાલાસિનોરના સુંદરપુરા તળાવમાં પગ લપસી જતા બાળકનું મોત

ABOUT THE AUTHOR

...view details