ગુજરાત

gujarat

ખેરાલુ નજીક કારમાં ભભૂકી આગ, 3 લોકો બળીને ખાખ, 2નો બચાવ

By

Published : Oct 2, 2020, 1:46 PM IST

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા પાટિયા નજીક એક પરિવાર કારમાં અંબાજી જઇ રહ્યો હતો ત્યારે કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તરત જ સળગી ઉઠી હતી. જેમાં એક વૃદ્ધા અને બે કિશોરીઓ આગમાં બળીને ભડથું થયા હતા, જ્યારે કારચાલક અને તેમના પત્નીને સ્થાનિકોએ બચાવી લીધા હતા.

મહેસાણાના ખેરાલુ નજીક કારમાં આગ લાગતા 3 જીવતા ભુંજાયા,
મહેસાણાના ખેરાલુ નજીક કારમાં આગ લાગતા 3 જીવતા ભુંજાયા,

મહેસાણા: વડનગરના કરબટિયા ગામના રાજેશભાઇ રણછોડભાઈ પટેલ તેમના પત્ની વર્ષાબેન પટેલ અને બે દીકરીઓ હેની અને આસ્થા તેમજ તેમની માતા અંબાબેન સાથે કારમાં અંબાજી જઇ રહ્યા હતા.

મહેસાણાના ખેરાલુ નજીક કાર સળગી ઉઠતા 3 જીવતા ભુંજાયા, 2નો બચાવ

અચાનક ખેરાલુ તાલુકાના નાનીવાડા પાટિયા પાસે તેમની કાર ઝાડ સાથે અથડાઇ હતી. જે બાદ તરત જ કારમાં આગ ભભૂકી ઉઠતા અંબાબેન અને બે દિકરીઓ આગમાં જીવતા ભુંજાયા હતા.

મહેસાણાના ખેરાલુ નજીક કારમાં આગ લાગતા 3 જીવતા ભુંજાયા, 2નો બચાવ

સ્થાનિકોને ઘટનાની જાણ થતા ભારે જહેમત બાદ કારચાલક રાજેશભાઇ અને તેમની પત્ની વર્ષાબેનને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના ખેરાલુ નજીક કારમાં આગ લાગતા 3 જીવતા ભુંજાયા, 2નો બચાવ

ABOUT THE AUTHOR

...view details