- મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત, 3 ઇજાગ્રસ્ત
- વરસાદ પડતાં ટ્રોલી નીચે બેઠા હતા જ્યાં વીજળી ત્રાટકી
- 3 લોકોના શરીરમાંથી વીજળી પસાર થઈ
- કુલ 13 પૈકી 5 લોકો વીજળીની ઝપેટમાં આવ્યા
- 8 લોકોનો આબાદ બચાવ, 3ને ઈજા અને 2ના મોત થયા
મહેસાણાઃ સામાન્ય દિવસો કરતા ચોમાસાની ઋતુએ કુદરતી આફતોનું જોખમ વધી જતું હોય છે, તેવામાં રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી 2 કલાકમાં અનેક સ્થળોએ જળબમ્બાકાર જેવી સ્થિતી સર્જી હતી. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે ભારે વીજળીના કડાકા સંભળાય હતા.
મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત જોકે તાલુકાના પઢારિયા ગામે ગૌચરમાં વૃક્ષ છેદન કરતા મજૂરો પર વીજળી ત્રાટકતા ડાભલા ગામના 23 વર્ષીય રમણ ઠાકોર અને 25 વર્ષીય દિલીપ ઠાકોર નામના વ્યક્તિઓનું અવસાન થયું છે, તો અન્ય 3 મજૂરોના શરીરમાંથી વીજળી પસાર થતા શરીરના કેટલાક ભાગે ભારે ઇજાઓ પહોંચી છે, જેને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત તો સ્થાનિકો મતે વરસાદ વરસતો હતો જેથી તેઓ વૃક્ષ છેદન બંધ કરી ટ્રેકટરની ટ્રોલી નીચે બેસી વરસાદથી બચવા જતા એકાએક વીજળી પડતા તે પાંચેય વ્યક્તિઓ ફંગોળાઈ પટકાયા હતા, જેમાં 2ના મોત અને ત્રણ લોકોને ઇજાઓ પામ્યા છે. જોકે સમગ્ર મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત