મહેસાણા: યુવકને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના ષડયંત્રમાં 2 પત્રકાર સહિત 5 આરોપીઓની અટકાયત
મહેસાણાઃ વડોદરાના યુવકને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના ષડયંત્રમાં 2 પત્રકાર સહિત 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ફાઇલ ફોટો
મહેસાણામાં દ્રષ્ટિ દવે નામની એક મહિલા દ્વારા બરોડાના યુવકને મંદિરમાં દાન મેળવવા બોલાવી, ત્યારે મહેસાણા આવેલ આ યુવકને મહિલા એક મકાનમાં લઈ ગયા બાદ અને એક સ્ત્રી અને 3 જેટલા ઈસમો આવી CID ક્રાઈમ, સહિતની ઓળખ આપી યુવકને હની ટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરેલ જોકે સમય સુચકતા થી બીમારીનું બહાનું બતાવી સ્વબચાવ કરી ભાગી છુટેલ હતો.