- કડીમાં 8 પશુઓના વાવાઝોડામાં મોત
- 4 ખેડૂતોને 2.24 લાખની સહાય ચૂકવાઈ
- કડીના તંત્ર દ્વારા પશુપાલકોને બોલાવીને સહાય અર્પણ
કડી:તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી હોય તેમ કેટલાક ગામોમાં કાચા મકાનો અને દીવાલોને નુકસાન થયેલું તો કેટલાક પશુપાલકોના પશુઓને રાખવા બનાવેલા સેડ પડવાથી તેમાં દટાઈ જતા પશુઓના મોત નીપજ્યા હતા. જોકે, સરકારે પશુ મૃત્યુ મામલે તપાસ કરીને ભોગ બનનારા ખેડૂતને સહાય આપવાની જાહેરાત કરતા કડી તાલુકા પંચાયત દ્વારા ખેડૂતોને બોલાવીને 2.24 લાખની સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી, વીજળી પડતા પશુઓના મોત, શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ભેંસ દીવાલ પડવાથી મૃત્યુ પામતા 40,000 રૂપિયાની સહાય
કડી તાલુકામાં તૌકતે વાવાઝોડાને પગલે અનેક ગામોમાં ભયજનક દ્રષ્યો સર્જાયા હતા. ત્યાં ખરેખર નુક્ષાની પણ સામે આવી હતી જેમાં સુજાતપરાના પશુપાલક હસમુખભાઈ પટેલની પાડીનું લાકડા પડવાથી દટાઈ જતા મરત્યું નીપજ્યું હતું. જેને લઈ સરકાર દ્વારા તેમને 16,000 રૂપિયાની સહાય આપી છે. જ્યારે બાબાજીપરાના રતનસંગ ઠાકોરની ભેંસ દીવાલ પડવાથી મૃત્યુ પામતા 40,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. જ્યારે કમળાપરાના કાનજીભાઈ રબારીને ત્યાં 3 ગાય અને 2 વાછરડાઓ ઠુંઠવાઈ જતા મૃત્યુ પામ્યા હતા. જે માટે 1.52 લાખની સહાય આપવામાં આવી છે. તો જયરામભાઈ રબારીને એક વાછરડું મૃત્યુ પામતા 16,000ની સહાય અર્પણ કરવામાં આવી છે. આમ કુલ 2.24 લાખની સહાય કડી તાલુકામાં 8 પશુનું મૃત્યુ થતા 4 ખેડુતોને સરકાર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો:અમીરગઢ તાલુકાના વાઘોરીયા ગામે જીવાતવાળો ઘાસચારો ખાવાથી 9 પશુઓના મોત