ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના કઠલાલમાં થયેલી રિક્ષાની લૂંટ મામલે આરોપીઓ પોલીસના શકંજામાં - arrested by police

ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં એક રીક્ષા ચાલક સાથે બનેલી લૂંટની ઘટનામાં બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના પરા વિસ્તારમાંથી 2 શખ્સોની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

ખેડાના કઠલાલમાં થયેલી રિક્ષાની લૂંટ મામલે આરોપીઓ પોલીસના શકંજામાં
ખેડાના કઠલાલમાં થયેલી રિક્ષાની લૂંટ મામલે આરોપીઓ પોલીસના શકંજામાં

By

Published : Apr 28, 2021, 6:26 PM IST

  • ભાડે રીક્ષા કરી ચાલકને છરી બતાવી લૂંટ ચલાવી હોવાની કબૂલાત
  • મહેસાણા પોલીસે બન્ને લૂંટારું શખ્સોને ઝડપી પાડ્યા
  • લૂંટારુઓ પાસેથી રીક્ષા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

મહેસાણા: જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને તપાસ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે, 21 એપ્રિલના રોજ ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં એક રીક્ષા ચાલક સાથે બનેલી લૂંટની ઘટનામાં બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના પરા વિસ્તારમાંથી 2 શકમંદ શખ્સોની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ખેડાના કપડવંજમાં પોલિસ સ્ટેશન પર હુમલાના મામલે 3ની અટકાયત કરાઈ

2 શખ્સોએ રીક્ષા ચાલકને છરી બતાવી ચલાવી લૂંટ

ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ વિસ્તારમાં 21 એપ્રિલના રોજ રીક્ષા લઈને નિકળેલા જૈમીન પંડ્યા નામના વ્યક્તિને કપડવંજ ડાકોર ચાર રસ્તા પર 2 પેસેન્જના સ્વાંગમાં આવેલા લૂંટારુંઓએ રીક્ષા ઉભી રખાવી અને ડાકોર જવા રીક્ષા ભાડે કરી હતી. આ બાદ, આગળ જતાં નર્મદા કેનાલ પર રીક્ષા સાઈડમાં ઉભી રખાવીને અંદર બેઠેલા 2 શખ્સોએ રીક્ષા ચાલકને છરી બતાવી તેની પાસે રહેલો એક મોબાઈલ, 300 રૂપિયા રોકડા અને રીક્ષાની લૂંટ ચલાવી ભાગી ગયેલા હતા.

આ પણ વાંચો:ખેડાના કપડવંજથી પોલિસ બની ઉઘરાણી કરતો ગઠિયો ઝડપાયો

પોલીસને મળેલી બાતમી આધારે ધરપકડ કરાઈ

આ ઘટના અંગે, મહેસાણા પોલીસને માહિતી મળતા પોલીસને મળેલી બાતમી આધારે શહેરના પરા વિસ્તારમાં 2 શકમંદ શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતા જડપાયેલા નડિયાદના રહેવાસી અજય અને તેનો મિત્ર મોન્ટુ બન્ને ખેડા જિલ્લામાં લૂંટને અંજામ આપી આવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી તેમની પાસે રહેલી રીક્ષા, મોબાઈલ સહિત લૂંટનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી.

ABOUT THE AUTHOR

...view details