ગુજરાત

gujarat

ETV Bharat / state

"વિશ્વ યોગ દિવસ"ની બાલાસિનોર ખાતે કરાઇ ઉજવણી - Mahisagar

મહિસાગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જુનને "આંતરાષ્ટ્રીય યોગ દિન" તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલ માનવતાના આદર્શ સિદ્ધાંતો છે. ગુજરાત સરકાર પણ રાજ્યના નાગરિકોમાં આ બાબતે સક્રિયતા વધે તે માટે પ્રયત્નશીલ બની છે. જેને લઈને આજે રાજ્યના દરેક જિલ્લાઓમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

"વિશ્વ યોગ દિવસ"ની બાલાસિનોર ખાતે કરાઇ ઉજવણી

By

Published : Jun 21, 2019, 1:33 PM IST

વિશ્વ યોગ દિનની ઉજવણી એટલે કે 21મી જૂન 2019 પાંચમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આ સંદર્ભે રાજ્યભરમાં અને દરેક જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જેને લઇને મહીસાગર જિલ્લામાં પણ આજરોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી બાલાસિનોરના રૈયોલોમાં કરવામાં આવી છે.

"વિશ્વ યોગ દિવસ"ની બાલાસિનોર ખાતે કરાઇ ઉજવણી

જેમાં શાળા કોલેજોના બાળકો સ્વૈચ્છીક સંસ્થા તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લઈ યોગ કર્યો હતો. જિલ્લામાં વધુમાં વધુ લોકો યોગમાં જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં જુદી જુદી સંસ્થાઓમાંથી યોગ ટ્રેનરો અને વ્યાયામ શિક્ષકો સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોગ નિદર્શન યોજાયું હતું.

ABOUT THE AUTHOR

...view details