ગુજરાત

gujarat

By

Published : Dec 24, 2019, 1:23 AM IST

ETV Bharat / state

મહીસાગરમાં મનરેગા અંતર્ગત વર્કશોપ યોજાયો

મહીસાગરઃ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાનાં મુખ્યમથક લુણાવાડા 52 પાટીદાર સમાજઘરખાતે ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ્ય વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વર્કશોપનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી વર્કશોપનો પ્રારંભ કરાવ્યો.

mahisagar
મહીસાગરમાં મહાત્માગાંધી નરેગા યોજના અંતર્ગત રાજ્યપ્રધાનની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો

આ પ્રસંગે પ્રધાન ખાબડે મહાત્મા ગાંધી નરેગા યોજનાની કામગીરી અને નિયમોનું વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત હાથ ધરી શકાય. તેવા 534 કામોની રિવાઇઝડ યાદી આપવામાં આવી છે. તે અનુસાર વધુમાં વધુ આ યોજના અંતર્ગત કામગીરી કરી મહત્તમ રોજગારીના નિર્માણની સાથે સાથે ગ્રામીણ વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકાય છે.

મહીસાગરમાં મહાત્માગાંધી નરેગા યોજના અંતર્ગત રાજ્યપ્રધાનની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધે સાથે સાથે માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે કટિબદ્ધ છે, તેમ જણાવ્યું હતું. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિકાસમાં આંગણવાડી અન્ય ગ્રામ્ય માળખાગત સુવિધાના કામો, દુષ્કાળથી બચાવના કામો, જમીન વિકાસના કામો, પારંપારિક જળાશયોનું નવીનીકરણ, જમીન સંરક્ષણ અને જળસંગ્રહ, વ્યક્તિગત માલિકીની જમીન પર હાથ ધરવાના કામો, સુક્ષ્મ સિંચાઇના કામો, ગ્રામ્ય જોડાણના કામો, ગ્રામીણ સ્વચ્છતાના કામોમાં કેટેગરી વાઇઝ જુદા-જુદા 534 વિકાસ કાર્યો હાથ ધરી શકાય છે. તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ વર્કશોપમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત તાલુકાઓના તલાટી-કમ-મંત્રીઓ, સરપંચો તથા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details