તો આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લામાં ઓછા વરસાદથી પાણીની અછતને લઈને આ નિર્ણય લેવાયો છે. તો તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે.
મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડતા ખેડુતોમાં ખુશીની લહેર - gujaratinews
મહીસાગર: જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા તંત્ર દ્વારા પાકના જીવતદાન માટે કડાણા ડેમની KLBC કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે પાવર હાઉસમાં 5,100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 394.3 ફૂટ જેટલી નોંધાઈ છે. ત્યારે ડેમમાં પાણીની આવક 2,040 ક્યુસેક જેટલી છે. ડેમમાંથી પાણીની જાવક 5,400 ક્યુસેક છે.
mahisagar
જેમાં 300 ક્યુસેક પાણી કડાણા ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવ્યું છે. જિલ્લાના વિસ્તારોમાં વરસાદ ખેંચાવાથી ચિંતાતુર ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. જેથી જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ડાંગરના પાકને નુકસાન ન થાય અને રોપણી માટે ફાયદો રહે તે માટે કડાણાનું પાણી હાલ ચાલું કરવામાં આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા જિલ્લામાં કુલ 130 ગામોને સિંચાઇની સુવિધા મળશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.