- મહીસાગર જિલ્લામાં ખેડૂતોને ખેતી કરવા તકલીફનો સામનો કરવો પડ્યો છે
- ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી કડાણા ડેમમાંથી (Kadana Dam) પાણી છોડવામાં આવ્યું
- કડાણા ડાબા કાંઠા કેનાલમાં 425 ક્યુસેક પાણી છોડાયું
મહીસાગરઃ જિલ્લાના ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી કડાણા ડેમ (Kadana Dam)માંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે (State Government) ડેમમાંથી પાણી છોડવાનો આદેશ કર્યો હતો. કડાણા ડેમમાંથી કડાણા ડાબા કાંઠા કેનાલમાં 425 ક્યુસેક તેમ જ કડાણા જમણા કાંઠા કેનાલમાં 20 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે, જેના કારણે નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા પિયત વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળતા ખેતીના પાકને જીવતદાન મળશે.
આ પણ વાંચો-વણાકબોરી ડેમમાં પાણીની આવક ન હોવાથી ખેડૂતો ચિંતીત
ખેડૂતોએ સિંચાઈનું પાણી મળે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી
ચોમાસાના પ્રારંભમાં સારો વરસાદ થતાં સમગ્ર મહીસાગર જિલ્લામાં ખેડૂતોએ સારો પાક થશે. તે આશાએ ખેડૂતોએ ખેતી માટે બિયારણની વાવણી કરી ખેતીનો પ્રારંભ કર્યો હતો, પરંતુ છેલ્લા કેટલા દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. પોતાનો પાક બચાવવા ખેડૂતો દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે સરકારમાં રજુઆત કરી હતી.