મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલમાં કડાણા ડેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ થતાં ડેમની જળ સપાટીમાં વધારો નોંધાતા તંત્ર દ્વારા સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. જેથી વણાકબોરી વીયરમાં પાણીની આવક વધતા આસપાસના ગામડાઓના ખેડૂતોને ખેતી સિંચાઈ માટે પાણી મળી રહેશે છે. છેલ્લા 24 કલાકમાં કડાણા ડેમની સપાટીમાં 4 ફૂટ વધી છે. ત્યારે વણાકબોરી વીયરનું લેવલ 221.00 નોંધાયું છે.
મહિસાગરમાં ખેડૂતોને સિંચાઈના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ - etv bharat news
મહિસાગર: ગુજરાતના વિવિધ 8 જિલ્લાઓને ખેતી સિંચાઇ તેમજ પીવાનું પાણી પુરું પાડનાર કડાણા ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે તંત્ર દ્વારા 6000 ક્યુસેક પાણી સિંચાઇ માટે છોડવામાં આવ્યું છે. જેને કારણે મહિસાગર જિલ્લામાં આવેલ વણાકબોરી વીયરમાં પાણી આવતા તંત્ર દ્વારા આસપાસના ગામડાઓને સિંચાઇ માટે પાણી આપવામાં આવ્યું છે.
મહિસાગરમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલ્બધ કરાયું
હાલમાં તંત્ર દ્વારા મહી કેનાલ સિંચાઇ માટે 3000 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. વણાકબોરી વિયર દ્રારા નડિયાદ, ઠાસરા, તારાપુર, ઉમરેઠ, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, તેમજ અન્ય તાલુકામાં સિંચાઈનું પાણી મળે છે. જેમજે મ ઉપરથી પાણી મળશે તેમ કેનાલમાં વધારે પાણી સિંચાઈ માટે આપવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદ રહેતા વણાકબોરી વિયર દ્વારા છોડવામાં આવેલું પાણી ખેડૂતો માટે લાભદાયક બની રહેશે.
Last Updated : Aug 8, 2019, 6:27 AM IST