મહિસાગરના લીમડીયા મોડાસા હાઇવે રોડ પર આવેલ વડાગામ પાસે ડંપરે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટના સ્થળે મોત થયું હતું.
મહિસાગરના મોડાસા હાઇવે પર ડમ્પરની અડફેટે બેના મોત - મહિસાગર
મહિસાગર: જીલ્લામાં વડાગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
મહિસાગરમાં અકસ્માત
મળતી માહિતી મુજબ મહિસાગરના લીમડીયા મોડાસા હાઇવે રોડ પર એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી હંકારતા હાઇવે પર જતાં બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. જેથી બંને બાઇક સવાર રસ્તા પર દૂર સુધી ઘસડતા તેમનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટના બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થયો હતો. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.