મહીસાગરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા, 33 ડિસ્ચાર્જ - મહીસાગરમાં કોરોનાના આંકડા
મહીસાગર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. મગંળવારે જિલ્લામાં વધુ 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મગંળવારે નોંધાયેલા નવા કેસમાં લુણાવાડા શહેરમાં 6, તાલુકામાં 1 અને બાલાસિનોરમાં 4 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 517 પર પહોંચી છે.
લુણાવાડા : જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. એસ.બી.શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 31 મૃત્યું નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 11,659 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 516 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. મંગળવારે જિલ્લામાં સારા સમાચાર એ પણ છે કે, મંગળવારે 33 દર્દીઓ સાજા થતા તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 410 દર્દીઓ સ્વસ્થ્ય થઈ સ્વગૃહે પરત ફર્યા છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 20 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 15 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે તો અન્ય 41 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 73 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટીલેટર પર છે.