ગુજરાત

gujarat

By

Published : Dec 14, 2019, 4:25 AM IST

ETV Bharat / state

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકીની જન્મજાત બોલવાની અને સાંભળવાની ખામી દુર કરાઈ

બાલાસિનોર: શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજ્ય સરકાર સામાજીક જવાબદારી નિભાવી રહી હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે. વ્યક્તિ જ્યારે શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ હશે ત્યારે જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકની શારિરીક અને માનસિક સ્વસ્થતા પણ જરૂરી છે. કોઈ પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં આનંદનું વાતાવરણ હોય છે. પણ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામે થયેલી એક ઘટનાએ દિકરીના જન્મની ખુશી દુઃખમાં બદલી નાખી હતી.

Balasinor
બાળકીની બોલવા સાંભળવાની ખામી દુર કરાઈ

બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામે રહેતા દિલીપભાઈ સોલંકીએ જણાવ્યું કે, તેઓ ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે જ્યારે દિકરી હેતલનો જન્મ થયો ત્યારથી તે બોલી કે સાંભળી શકતી નહતી. જેથી ખેડૂત પરિવારને બાળકીના સારવારની ચિંતા થઈ રહી હતી.

આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકીને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બાળકીના નિદાનની ખાત્રી થયા બાદ તેને અમદાવાદના સ્પાઈન ઈન્સ્ટીટ્યુટમાં દાખલ કરવામાં આવી.

બાળકીની બોલવા સાંભળવાની ખામી દુર કરાઈ

જ્યાં તેની ખામીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હવે હેલત સારી રીતે બોલી અને સાંભળી શકે છે. તેમ હેલતના પિતાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details