સમગ્ર રાજ્યભરમાં યોદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ યોગ દિવસને લઈને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ દરેક વ્યાયામ અને યોગ શિક્ષિકો માટે તાલુકા પ્રમાણે 12 જૂનથી 14 જૂન સુધી યોજવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગરના લુણાવાડા તાલુકાના 70થી વધુ વ્યાયામ અને યોગ શિક્ષકો પતંજલિ યોગપીઠના યોગ પ્રશિક્ષકો પાસેથી યોગના તાલીમ લઈ શકશે.
મહીસાગરમાં ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું કરાયું આયોજન
મહીસાગર: આગામી 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાના કારણે રાષ્ટ્રભરમાં તેની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ લુણાવાડામાં આવેલા બાવન પાટીદાર સમાજ હોલ ખાતે યોજવામાં આવ્યું છે.
મહીસાગરમાં ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું કરાયું આયોજન
આ ઉપરાંત યોગની તાલીમ મેળવેલા શિક્ષકો દ્વારા શાળા-કોલેજના બાળકો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકોને યોગ કરાવીને યોગ અંગે જાગૃતિ અને તંદુરસ્તીનો સંદેશો પ્રસરાવવામાં આવશે.