ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનપુર આદિવાસી સમાજ જાતિના પ્રમાણપત્રથી વંચિત, શાળા પ્રવેશોત્સવનો કર્યો બહિષ્કાર - gujarat news

મહીસાગરઃ જિલ્લાના ખાનપુર આદિવાસી સમાજે જાતિ પ્રમાણપત્રની માંગણી કરી હતી. જેને 6 મહિના વીતવા છતાં હજુ કોઇ પણ પ્રકારનો નિર્ણય ન લેવાતા આદિવાસી સમાજ દ્વારા શાળા પ્રવેશોત્સવ 19નો સંપૂર્ણ બહિષ્કારકરવામાં આવ્યો છે. 19મી જૂનથી શાળા પ્રવેશોત્સવમાં એક પણ નવા બાળકને દાખલ કરવામાં નહીં આવે તેવી ચીમકી સાથે મહીસાગર જિલ્લા ખાનપુર આદિવાસી સમાજ દ્વારા મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Jun 17, 2019, 11:46 PM IST

છેલ્લા 6 મહિના વીતવા છતાં પણ જાતિ પ્રમાણપત્રની માંગણીને લઈ સમિતિ દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા નારાજ સમાજ વધુ આક્રમક બની ફરીથી સરકાર સામે બાંયો ચડાવી છે. 6 મહિના પહેલા 26 દિવસ સુધી આદિવાસી સમાજના બાળકોએ પ્રમાણપત્રોની માંગણી સાથે શૈક્ષણિક બહિષ્કાર કર્યો હતો. સરકારે સમિતિ બનાવી 15 દિવસમાં પ્રમાણપત્રો મળતાં થઈ જશે તેવી બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું, પરંતુ 6 મહિના વીતી ગયા છતાંય કોઈ નક્કર પરિણામ ન આવતા પ્રવેશોત્સવ બાદ તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ખાનપુર આદિવાસી સમાજ જાતિના પ્રમાણપત્રથી વંચિત

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકામાં વસતા ભીલ જાતિના લોકોને ભારતીય બંધારણના આર્ટીકલ 342 મુજબ તેમના હકોથી વંચિત રાખી 1980થી ઘોર અન્યાય કરેલ તથા ખાનપુર તાલુકામાં સરકારે જાહેર કરેલ ભીલ જાતી પૈકી અટકોમાં મછાર, ડામોર, મેરા, બરજોડ, તાવિયાડ, કટારા, બામણીયા, રાવત,પાંડોર, પટેલીયા, માલિવાડ જાતિના ઇસમો આઝાદી પૂર્વે અને આઝાદી પછીના આધારભૂત પુરાવા સાથે આવેદન મહીસાગર જિલ્લા કલેક્ટરને રજૂ કર્યું છે.

ખાનપુરમાં વસવાટ કરતાં ભીલકુળ/ ગોત્ર ધરાવતી અટકો હાલ સરકારે જાહેર કરેલી SC/ST કે OBC જાતિના પ્રમાણપત્રથી વંચિત રાખતા જે બાબતે યોગ્ય નિર્ણય ન લેવાતા જૂન 19માં યોજાનાર શાળા પ્રવેશોત્સવના બહિષ્કારનું એલાનના છૂટકે ખાનપુર આદિવાસી સમાજ દ્વારા કરી મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details