- લુણાવાડામાં ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો
- જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 151 પહોંચી
લુણાવાડામાં 50 વર્ષીય ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આરોગ્ય વિભાગ સતર્ક
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 50 વર્ષીય ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 151 થઈ ગઇ છે. જિલ્લામાં વધુ ત્રણ કોરોના દર્દીઓ સ્વસ્થ થતા 151 કોરોના દર્દીઓમાંથી 134 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ 88 ટકા પર પહોંચ્યો છે.
મહિસાગર : જિલ્લામાં લુણાવાડા શહેરના 50 વર્ષના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે એક કોરોના પોઝિટિવ કેસ સાથે કોરોના કેસની કુલ સંખ્યા 151 પહોંચી છે. તો બીજી તરફ જિલ્લા માટે સારા સમાચાર એ છે કે, ત્રણ દર્દીઓ સાજા થતા તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે.
આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 134 દર્દીઓ કોરોના મુક્ત થઈ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોના મુક્ત થનાર દર્દીઓની રિકવરી રેટ 88 ટકાએ પહોંચ્યો છે. જિલ્લામાં હાલ 11દર્દી એક્ટિવ છે. જ્યારે જિલ્લામાં આજદિન સુધી 6 કોરોના પોઝિટિવ વ્યક્તિઓના મોત થયાં છે.