ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરઃ વાજીયાખુટ ખાતે બાયોડિઝલ પંપમાં ક્ષતિઓ જણાતાં તંત્ર દ્વારા જથ્થો સીઝ કરવામાં આવ્યો - સંતરામપુર

સંતરામપુરના વાજીયાખુટ ખાતે બાયોડિઝલ પંપમાં ક્ષતિઓ જણાતાં તંત્ર દ્વારા જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Mahisagar News
Mahisagar News

By

Published : Oct 3, 2020, 11:55 AM IST

મહીસાગરઃ મામલતદાર તથા પોલીસ ઇન્સપેકટર સંતરામપુરની સંયુક્ત ટીમ ધ્વારા સંતરામપુર તાલુકાના વાજીયાખુટ ખાતે આવેલો સિલ્વર એન્ટરપ્રાઇઝ નામના બાયોડિઝલ પંપ સીઝ કરવામાં આવ્યો છે.

બાયોડિઝલ પંપમાં ક્ષતિઓ જણાતાં તંત્ર દ્વારા જથ્થો સીઝ કરવામાં આવ્યો

જિલ્લા કલેક્ટર મહીસાગરની સુચનાથી તથા જિલ્લા પુરવઠા અધિકારી મહીસાગર- લુણાવાડાના માર્ગદર્શન હેઠળ મામલતદાર સંતરામપુર તથા પોલીસ ઇન્સપેકટર સંતરામપુરની સંયુક્ત ટીમ દ્વારા સંતરામપુર તાલુકાના વાજીયાખુટ ખાતે આવેલો સિલ્વર એન્ટરપ્રાઇઝ નામના બાયોડિઝલ પંપની આકસ્મિક તપાસણી કરતાં ક્ષતિઓ જણાઇ હતી. જેથી 4500 લીટર બાયોડિઝલ તેમજ ડીસ્પેચીંગ યુનીટ તથા એક ટેન્ક સહિત રૂપિયા 3,47,0000 નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બાયોડિઝલના નમૂના મેળવી પૃથ્થકરણ કરવા માટે આગળ મોકલી આપવામાં આવ્યા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details