ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને કોરોનાને લઇ પ્રેરક સંદેશ આપ્યો - Corona news

કોરોના એટલે 'મૃત્યુ' - એ ભયમાંથી બહાર આવી લોકોને જરુરી તકેદારી અને સાવધાની રાખવાનો પ્રેરક સંદેશ આપતા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે મહીસાગર જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે, કોરોના મહામારીનું સંકટ દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત આપણા જિલ્લામાં પણ રોજબરોજ કોરોનાના કેસો જોવા મળી રહ્યાં છે. આ બિમારી એવી છે કે, તેની દવા હજુ શોધાઈ નથી અને શોધાવાની પણ બાકી છે. પણ જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી આપણે સૌએ કોરોના સામે કઈ રીતે લડવું, તે સમજી લેવાની જરૂર છે.

The Mahisagar District Collector took Corona and gave a persuasive message
મહીસાગર જિલ્લા કલેકટરે જિલ્લાવાસીઓને કોરોનાને લઇ પ્રેરક સંદેશ આપ્યો

By

Published : Sep 30, 2020, 10:15 AM IST

મહીસાગર: કોરોના એટલે 'મૃત્યુ' એ ભયમાંથી બહાર આવી લોકોને જરુરી તકેદારી અને સાવધાની રાખવાનો પ્રેરક સંદેશ આપતા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે મહીસાગર જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે, કોરોના મહામારીનું સંકટ દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત આપણા જિલ્લામાં પણ રોજબરોજ કોરોનાના કેસો જોવા મળી રહ્યાં છે. આ બિમારી એવી છે કે, તેની દવા હજુ શોધાઈ નથી અને શોધાવાની પણ બાકી છે. પણ જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી આપણે સૌએ કોરોના સામે કઈ રીતે લડવું, તે સમજી લેવાની જરૂર છે.

આ બીમારી સામે પેરા મેડિકલ સ્ટાફ લડત આપી નાગરિકોના આરોગ્યની સારવાર કરી રહ્યા છે, ત્યારે આપણી પણ કેટલીક જવાબદારી છે. આ બીમારીથી આપણે ડરવાનું નથી, પણ તકેદારી અને સાવધાની રાખવાની જરૂર છે. આયુષ મંત્રાલયે આપણને કેટલીક સૂચનાઓ આપી છે, તેનું અવશ્ય પાલન કરવાનું છે. આ સાથે આયુર્વેદમાં સૂચવ્યા પ્રમાણે હળદરવાળું દૂધ પીએ, રોજ નાસ લઇએ તેમજ આદુનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે તેમજ આપણે શક્તિમાન બનીશું. તેની સાથોસાથ માસ્ક પહેરીને જ બહાર નીકળી અને અવાર-નવાર સાબુ સેનેટાઈઝરથી હાથ ધોતા રહીએ તે પણ ન ભૂલવું જોઈએ. જો આપણે આટલી કાળજી રાખીશું તો આપણે આપણી સાથે આપણા પરિવારને કોરોના રોગથી બચાવી કુટુંબ અને સમાજનું રક્ષણ કરી કોરોનાને હરાવી શકીશું.

આમ છતાં, પણ કોરોના પોઝિટિવ આવે તો પણ ડરવાની જરૂર નથી. સરખી રીતે-સારી રીતે સારવાર લઇ તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું તો આપણે કોરોનાને અવશ્ય હરાવી શકીશું. કોરોના એટલે 'મૃત્યુ' એવો ભય આજે વર્તાઈ રહ્યો છે. એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. ગુજરાતમાં આજે કોરોના રિકવરી રેટ 80 ટકા જેટલો છે. દેશમાં પણ આ રેટ સતત વધતો જાય છે. સમગ્ર વિશ્વમાં આપણે સૌથી નીચો મૃત્યુદર ધરાવીએ છીએ, ત્યારે કોરોનાનો ડર રાખવાની જરૂર નથી. તો આવો આપણે સૌ કોરોનાનો મક્કમતાથી સામનો કરી કોરોનાને હરાવીએ અને ડર રાખ્યા વગર આપણે તેનો સામનો કરીશું તો ચોક્કસ "હારશે કોરોના, જીતશે ગુજરાત".

ABOUT THE AUTHOR

...view details