લૂણાવાડાઃ કોરોનાની મહામારીમાં મહીસાગર જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યકર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યાં છે. આરોગ્યકર્મીઓ ગામેગામ ફરીને ડોર ટુ ડોર સર્વેલન્સની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપી રહ્યાં છે. જેના ભાગરૂપે લૂણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના આયુષ મેડિકલ ઓફિસર અને આરોગ્યકર્મીઓ દ્વારા લૂણાવાડા શહેરમાં હોમ આઇસોલેટ કરવામાં આવેલા 26 કોરોના દર્દીઓની તેમના ઘેર જઈને મુલાકાત લીધી હતી.
લૂણાવાડા હેલ્થ ટીમે હોમ આઇસોલેટ થયેલાં 26 કોરોના દર્દીઓની મુલાકાત લીધી - Lunavada
કોરોના મહામારીને રોકવા માટે કોરોના સંક્રમિત દર્દીઓને આઈસોલેટ કરવા ખૂબ જ જરૂરી છે. જેનાથી અન્ય સ્વસ્થ વ્યક્તિઓને કોરોનાનો ભોગ બનતાં અટકાવી શકાય. હોસ્પિટલ ફેસિલિટીની જરૂર ન હોય તેવા કોરોના દર્દીઓને તેમના ઘરમાં જ આઈસોલેટ થવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે મહીસાગર જિલ્લાના લૂણાવાડામાં અર્બન હેલ્થ સેન્ટરની ટીમે હોમ આઈસોલેટ કોરોના દર્દીઓની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી.
લૂણાવાડા હેલ્થ ટીમે હોમ આઇસોલેટ થયેલાં 26 કોરોના દર્દીઓની મુલાકાત લીધી
આરોગ્યકર્મીઓએ તેઓની મુલાકાત દરમિયાન તમામ દર્દીઓનું થર્મલ સ્ક્રિનિંગ અને SPO2ની તપાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યાં હતાં.