ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ખેડૂતો માટે નાબાર્ડની યોજના આશીર્વાદ સમાન બની

મહીસાગર: કેન્દ્ર સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના સતત પ્રયાસોમાં રાષ્ટ્રીય બેંક નાબાર્ડનો વેલવાડી પ્રોજેક્ટના ઉતમ પરિણામો મળ્યા છે. જેમાં લુણાવાડાના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્યથી રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતાર્થે અનેક વિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો લાભ લઇ મહિસાગર જિલ્લાના ખેડૂતો કૃષિ ક્ષેત્રે આર્થિક સધ્ધરતા મેળવી છે. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આદિજાતિ ખેડૂતો માટે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેના રાષ્ટ્રીય બેંક (નાબાર્ડ) નેચરલ રિસોર્સિસ મેનેજમેન્ટની પહેલ તરીકે વેલાવાળા શાકભાજી, જમીન પર થતાં શાકભાજી અને ફળાઉ વૃક્ષોના ટીડીએફ વેલવાડી પ્રોજેકટને સફળતા મળી રહી છે.

મહીસાગરમાં ખેડૂતો માટે નાબાર્ડની યોજના આશિર્વાદ સમાન બની

By

Published : Nov 22, 2019, 6:23 AM IST

કડાણા તાલુકાના અમથાણી ગામના ખેડૂતોની આ યોજના અંગે પ્રોત્સાહક પ્રતિભાવ આપતાં દેવાભાઇ ડામોરે જણાવ્યુ કે આ યોજના ઘણી સારી છે, તેના લીધે તેમને ઓછી જમીનમાં શાકભાજીની રોજીંદી સારી આવક મળી રહી છે. કેન્દ્ર સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના સતત પ્રયાસોમાં રાષ્ટ્રીય બેંક નાબાર્ડનો વેલવાડી પ્રોજ્ક્ટ સારું પરિણામ આપી રહ્યો છે અને ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. નાબાર્ડ દ્વારા NGO તરીકે આશાદીપ ફાઉન્ડેશને આ કાર્ય મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં શરૂ કર્યું છે. એક એકર જમીન પર આ પ્રોજેક્ટ હેઠળ, નાબાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા મોડલ મુજબ, આ પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોની ખેતી માટે જમીનનો ચોથો ભાગ ઉપયોગ થાય છે. વાંસ, સ્ટીલ વાયર, ખેત ઓજારો પાવડો, પંજેઠી, તગારું, કોદાળીની સાથે સાથે દુધી, ગલકા, કારેલાં અને ટિંડોળા જેવા વેલાવાળા શાકભાજી, હળદર, આદુ, બીટ જમીન નીચે અને ભીંડી, રીંગણ, મરચા વગેરે વાવવા માટે માર્ગદર્શન અને બિયારણ ઓર્ગેનિક ખાતર અને દવાઓ પૂરી પાડવામાં આવે છે. એકરના ત્રીજા ભાગની જમીનમાં ફળના વૃક્ષો આંબો (24), દાડમ (10), લીંબુ (10), સરગવા (10), સાગ (50) પૂરા પાડવામાં આવે છે. સરહદ વાવેતર માટે 50 પાતળા અને લાંબા વૃક્ષો અને 10 જાડાઈ વાળા વૃક્ષો પણ પૂરા પાડવામાં આવે છે. સ્થાનિક બજારમાં ખેડૂતોને શાકભાજીના વેચાણ દ્વારા સારી આવક મળી રહી છે. તેઓ સિઝનમાં રોજીંદી 400થી 500 રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ યોજનાનો લાભ મેળવી અન્ય ખેડૂતોને તેમાં જોડવા પ્રેરક બન્યા છે. સાથે સાથે નાબાર્ડની યોજના અંતર્ગત કલેક્શન સેન્ટર મેળવ્યું છે. ગત વર્ષે ટૂંકી જમીનમાં હળદરના પાકને સફળતા મળી હતી.

ખેડૂતોની સફળતાનું પરીણામ
દુધીના વેલાની ખેતી

આ જ અમથાણી ગામના જયેશભાઈ કાનાભાઇ ડામોરે જણાવ્યુ કે રોજે રોજ શાકભાજી વેચાણ ઉપરાંત 35થી 40 હજાર રૂપિયાની હળદરનું વેચાણ કર્યું હતું. મહીસાગર જિલ્લાના કડાણા જેવા અંતરિયાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ પ્રોજેકટનો લાભ મેળવી રહ્યા છે. નાબાર્ડ વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે શાકભાજી અને તેના માર્કેટિંગની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમના સુપરવાઇઝર દ્વારા વાડીઓની નિયમિત મુલાકાત લઈ નિરિક્ષણ કરે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો નાબાર્ડની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેથી આદિજાતિ ખેડૂતો માટે નાબાર્ડની આ ટીડીએફ વેલવાડી પ્રોજેકટ યોજના આશિર્વાદ સમાન પુરવાર થઇ છે. નાબાર્ડની યોજનાના કારણે આદિજાતિ ખેડૂતોનું જીવન ધોરણ બદલાયું છે.

આદુની સફળ ખેતી

ABOUT THE AUTHOR

...view details