રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરીની ફાઇલ બનાવવામાં આવે છે અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવે છે. જેઓને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મંજૂરીથી ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે.
મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અપાશે, 33 શ્રેષ્ઠ શિક્ષિકાને એવોર્ડ એનાયત કરાશે
મહીસાગર: મહીસાગર, દાહોદ, અને પંચમહાલ જિલ્લામાં શિક્ષણ જગતમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. 15 જાન્યુઆરીના દિવસે ભાવનગરના તલગાજરડા ખાતે મોરારી બાપુના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાશે. જેમણે 25,000નો પુરસ્કાર અર્પણ કરાશે. રાજ્યના 33 શિક્ષકોને ચિત્રકુટ પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
મહીસાગર
વર્ષ 2019માં રાજ્યના 33જિલ્લાના 33 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ હતી. જેમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદરી ફળીયા પ્રાથમિક શાળાની શિક્ષિકા મનિષાબેન શાહ, દાહોદ જિલ્લાના દિનેશભાઈ કે.પટેલ પંચમહાલ જિલ્લાના હાલોલના અતુલકુમાર પંચાલનો સમાવેશ થયો છે. 15 જાન્યુઆરીએ પરમ પૂજ્ય વંદનીય મોરારીબાપુના નિવાસ્થાન તલગાજરડા ભાવનગર ખાતે આ શ્રેષ્ઠ શિક્ષિકોને પૂજ્ય બાપુના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાશે.