ગુજરાત

gujarat

ETV Bharat / state

લો બોલો....મહેસાણામાં બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલમાં પૂરેપૂરા માર્ક્સ ! - શાળા રેકોર્ડ પદ્ધતિ

મહેસાણા જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને 80માંથી માંડ 5 ગુણ અને ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની શાળામાં લેવાયેલી ઈન્ટરનલ પરીક્ષામાં 20માંથી 20 ગુણ મળ્યા હોવાની હકીકત સામે આવી છે. મહેસાણાની 32 શાળાના 115 વિદ્યાર્થીઓને ઈન્ટરનલમાં પૂરા ગુણ મળ્યા હોવાથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે.

લો બોલો....મહેસાણામાં બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલમાં પૂરેપૂરા માર્ક્સ !
લો બોલો....મહેસાણામાં બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલમાં પૂરેપૂરા માર્ક્સ !

By

Published : Nov 7, 2020, 1:54 PM IST

  • મહેસાણાની 32 શાળાના 115 વિદ્યાર્થીને ઈન્ટરનલમાં પૂરા ગુણ મળ્યા તો બોર્ડમાં નબળા
  • શાળાના પરિણામ ઊંચા દર્શવવા ઈન્ટરનલ ગુણ વધારે મૂકાયા
  • બોર્ડમાં નપાસ વિદ્યાર્થીઓને શાળાએ વધુ ગુણ આપ્યા હતા
  • શિક્ષણમાં શાળાઓની મોટી બેદરકારી સામે આવી
  • શાળાઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યા હતા
    લો બોલો....મહેસાણામાં બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલમાં પૂરેપૂરા માર્ક્સ !


મહેસાણાઃ ધોરણ- 10માં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની વિષયવાર 80 ગુણની પરીક્ષા લેવાય છે. તો જે તે વિષયમાં શાળા કક્ષાએથી 20 ગુણના ઈન્ટરનલમાંથી ગુણ મૂકવામાં આવે છે. જોકે, માર્ચમાં લેવાયેલી વિષયવાર 80 ગુણની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને 5 ગુણ પણ ન મળ્યા હોય તેવા જેતે વિષયમાં પાસ-નાપાસ વિદ્યાર્થીઓને શાળાની ઈન્ટરનલ પરીક્ષામાં 16થી 20 ગુણ કેવી રીતે આવ્યા જે બાબતને લઈને સ્કૂલ રેકોર્ડ પદ્ધતિ તપાસ કરવા બોર્ડે આદેશો કર્યા છે, જેમાં એક યાદી મુજબ મહેસાણા જિલ્લાની 32 શાળાઓના 115 વિદ્યાર્થીઓને ગુણ આપવા મામલે શાળામાં ગોટાળો કરાયો હોવાની આશંકાને પગલે રિપોર્ટ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details