ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલનું વિતરણ શરૂ

મહીસાગર જિલ્લામાં લોકડાઉનના કપરા સમયમાં શ્રમિક પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી જૂન 2020 સુધી વિનામૂલ્યે ગેસ બોટલનું વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાન ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલ વિતરણ શરૂ
વડાપ્રધાન ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલ વિત વડાપ્રધાન ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલ વિતરણ શરૂરણ શરૂ

By

Published : Apr 23, 2020, 3:30 PM IST

મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં લોકડાઉનના કપરા સમયમાં શ્રમિક પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી જૂન 2020 સુધી વિનામૂલ્યે ગેસ બોટલનું વિતરણ કરવામાં આવશે.

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં લોકડાઉનની પરિસ્થિતિમાં 19134 જેટલા લાભાર્થીઓને ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો છે. આ અંગે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 63708 જેટલી મહિલાઓને આ યોજના હેઠળ હક્ક મળ્યો છે.

મહિલા લાભાર્થીઓ માટે એપ્રિલ 2020થી જૂન 2020 સુધી ગેસ બોટલનો લાભ સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવ્યો છે. વિવિધ ગેસ કંપનીની એજન્સીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકડાઉનના સમયમાં ગરીબ શ્રમિક પરિવારની મહિલાઓને વિનામૂલ્યે ઘર આંગણે ગેસ બોટલ મળી રહે તે આ પરિવારની મહિલાઓ માટે સૌથી મોટું ખુશીનું કારણ છે. કારણ કે, હાલમાં લોકડાઉન થકી તેમનું રોજીંદુ કામકાજ બંધ છે. એટલે તેઓને ઘરમાં લોકડાઉનના કપરાં સમયમાં ઘરની રસોઈ બનાવવા માટે સરકાર દ્વારા વિનામૂલ્યે ઉજ્વલા યોજના હેઠળ ગેસ બોટલ મળી તે તેમના માટે ઘણી જ આનંદની બાબત બની રહેશે.

મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ મફત ગેસ બોટલ આપવાાની કામગીરી ચાલુ છે અને આગામી જૂન 2020 મહિના સુધી વિનામૂલ્યે ગેસ બોટલનું વિતરણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details